Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ચોટીલા પંથકમાં દીપડો દેખાયોઃ ખેડુતોએ પાંજરે પુરવા માંગ કરી

વઢવાણ તા.૧૮: ચોટીલા માં છેલ્લા ૮ માસ માં આજુ બાજુ ના તાલુકાઓ માં ૨ વખત દીપડા એ દર્શન દીધા છે.ત્‍યારે તેમાં એક વખત તો દીપડો ચોટીલા ની ચાલુ કોર્ટ માં લટાર મારવા પહોંચ્‍યો હતો.અને છેક જૂનાગઢ ની ફોરેસ્‍ટ ની ટીમે તેને પાંજરે પૂર્યો હતો.ત્‍યારે અવારનવાર આ વિસ્‍તારમાં જંગલી જનાવરો દેખાતા લોકો ભયભીત બન્‍યા છે.

ચોટીલા તાલુકાના છેવાડાના ગામમાં રવિવારે મોડી સાંજે દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડતા સમગ્ર પંથકમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. અગાઉ પણ ચોટીલા કોર્ટના રૂમમાં દીપડો ઘુસી જવાનો બનાવ બન્‍યો હતો ત્‍યારે ફરીવાર ચોટીલા પંથકમાં દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડતા ખાસ કરીને સીમમાં જતાં ખેડૂતો અને મજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવિવારે મોડી સાંજે તાલુકાના કોઇ છેવાડાના ગામમાં દિપડો દેખાયો હોવાનું તેમજ કોઇ પશુનું મારણ કર્યાની ચર્ચાએ પણ જોર પકડ્‍યું છે.

જેને લઇને ચોટીલા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં ફફડાટની સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. ત્‍યારે વનવિભાગ દ્વારા આ અંગે તાત્‍કાલીક તપાસ કરી દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી સમગ્ર પંથકમાં લોકમાંગ ઉઠી છે.

 

 

(1:40 pm IST)