Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગર જીલ્લાની મુલાકાતે નેશનલ બેન્‍ક ફોર એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટના અધિકારીઓ

જામનગર  :  નેશનલ બેંક ફોર એગ્રીકલ્‍ચર એન્‍ડ ડેવલપમેન્‍ટ (નાબાર્ડ) ના ગુજરાત રાજયના વડા ચીફ જનરલ મેનેજર ડી.કે.મીશ્રા તથા મનોશ્રી સાઠે જામનગર જીલ્લાની મુલાકાતે આવેલ. સોૈરાષ્‍ટ્ર ગ્રામીણ બેંકના શાખા પ્રબંધકશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે એક વાર્તાલાપ યોજેલ હતો. જેમાં તેઓશ્રીએ દેશભરમાં ગ્રામીણ બેંકના મહત્‍વ તથા તેની ઉપસ્‍થિતીની નોંધ લીધી હતી. સોૈરાષ્‍ટ્ર ગ્રામીણ બેંક દેશની અગ્રગણ્‍ય ગ્રામીણ બેંકમાંની એક છે.

શ્રી મીશ્રા દ્વારા તમામ શાખા પ્રબંધકશ્રીઓને વધુમાં વધુ મુદતિ ધિરાણ કરવા પ્રેરણા આપેલ. જેથી ખેડુતોનો સર્વાંગી વિકાસ થાય અને ગ્રામીણ અર્થતંત્ર વધુને વધુ વેગવંતુ બને. તેઓશ્રીએ ખેડુતોને તથા ગ્રામીણ યુવાઓને ફુડ પ્રોસેસીંગ ઓર્ડર (એફ.પી.ઓ) માટે પણ વધુમાં વધુ ધિરાણ કરવા જણાવેલ હતું. જેથી ખેતીની ઉપજનું ખેડુતોને સ્‍થાનીક સ્‍થળેજ વધુમાં વધુ વળતર મળે તથા ગ્રામીણ રોજગારીમાં વૃદ્ધિ થાય. આ ક્ષેત્રમાં વધુ રાષ્‍ટ્રીય કંપનીના પગ પેશારાને પહોંચી વળવા ખેડુતોને વધુમાં વધુ ધિરાણ આપવા સુચન કરેલ હતું.

શ્રી મીશ્રાએ ગુજરાત જેવા વિકસીત રાજયમાં સ્‍વસહાય જુથ તથા જોઇન્‍ટ લાયાબીલીટી ગ્રુપને સયળ ધિરાણ માટે પણ અધિકારીઓને પ્રેરીત કર્યા હતા. આ બાબતમાં તેઓએ સ્‍મોલ ફાઇનાન્‍સીયલ બેંકોના ઝડપી અને સારા દેખાવ પરથી ગ્રામીણ બેંકોને પ્રેરણા લેવા પણ સુચન કરેલ હતું. અંતમાં તેઓએ ગ્રામીણ ભારતના વિકાસમાં સદા અગ્રેસર રહી નાણાંકીય વર્ષના તમામ લક્ષ્યાંકો હાંસલ થાય તેવી ઉપસ્‍થિત તમામ સોૈરાષ્‍ટ્ર ગ્રામીણ બેંકના અધિકારીઓને શુભકામનાઓ પાઠવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા સોૈરાષ્‍ટ્ર ગ્રામીણ બેંકના જામનગર રીજીયનના રીજીયોનલ મેનેજરશ્રી આર.કે. વ્‍યાસ તથા તેમની ટીમે આ નાબાર્ડના જામનગર જીલ્લાના ડી.ડી.એમ. શ્રી શર્માએ જહેમત ઉઠાવી હતી (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિજલ કારસરીયા જામનગર

 

(1:36 pm IST)