Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

તુલશી શ્યામમાં દોઢીનેસમાં ગાંડીતુર સિંહણ માલધારી ઉપર ત્રાટકીઃ ઇજા

ઉના તા.૧૮: તુલશીશ્યામ નજીક દોઢાનેસમાં એકાએક ગાંડીતુટ બનેલી સિંહણે માલધારી ઉપર ત્રાટકીને ઇજા કરતા માલધારીને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

તુલસીશ્યામમાં દોઢીનેસમાં ગાંડીતુર બનેલ સિંહણે ત્યાં ગાયો ઘેટા બકરા ચરાવી રહેલ માલધારી કાળુભાઇ વશરામભાઇ મોરી ઉપર ત્રાટકી હતી અને આજુબાજુ નેસવાળા લોકો દોડી આવતા સિંહણ નાસી ગઇ હતી.

ઇજાગ્રસ્ત કાળુભાઇને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ અને સારવાર આપીને તેમને રજા આપી દેવાય હતી.

(12:42 pm IST)