Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

માંગરોળમાં વેવાઇનો વેવાઇ ઉપર ધોકા વડે હુમલો-ધમકી

પુત્રવધુની માર્કશીટ લેવા જતાં માર માર્યો

જુનાગઢ તા. ૧૮ :.. માંગરોળમાં વેવાઇએ વેવાઇ ઉપર ધોકા વડે હૂમલો કરી ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી.

કેશોદના રાધા રમણનગરમં રહેતા ધીરૂ.ભાઇ પ્રેમજીભાઇ કળથીયા  (ઉ.પ૪) નામનાં પ્રૌઢના પુત્રએ માંગરોળમાં બીએસએનએલના ટાવર પાસે રહેતા જગમાલભાઇ ગોવિંદભાઇ વાળાની પુત્રી સાથે સિવીલ મેરેજ કરેલ.

ગત તા. ૧૬ ના રોજ બપોરના ધીરૂ.ભાઇ તેમની પુત્રવધુની ધો. ૧ર ની માર્કશીટ લેવા જગમાલભાઇના ઘરે ગયા હતાં.

પરંતુ વેવાઇએ અગાઉનું જુનું મનદુઃખ રાખી ઉશ્કેરાઇ જઇને ધોકા વડે માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ધીરૂ.ભાઇ કળથીયાની ફરીયાદ લઇ માંગરોળ પોલીસે કલમ ૩ર૩, ર૯૪ (ખ), પ૦૬(ર) અને જીપીએ કલમ ૧૩પ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એએસઆઇ એ. પી. મેવાડા ચલાવી રહ્યા છે.

(12:36 pm IST)