Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગીર ગઢડાના ધોકડવામાં ગાય ઉપર ગરમ પાણી ફેંકયું: જીવદયા પ્રેમીઓમાં રોષ

 ઉના,૧૮: ગીરસોમનાથ જીલ્લા નાં ગીરગઢડા તાલુકા ધોકડવા ગામે કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ગાય ઉપર ગરમ પાણી નાખવા થી ગાય ની હાલત ગંભીર બની છે. આ બનાવ સામે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

ગૌ પ્રેમી શ્રી કાંતીભાઇ માલવી એ  જણાવ્યું હતું કે આ ગાય ઉપર જેમણે ગરમ પાણી ફેકયુ છે એમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય જેથી કરી કોઇ અબોલ પશુ ઉપર આવુ અમાનવીય ક્રુત્યુ કરનાર ને સજા મળે એમજ આવુ ક્રુત્યુ બીજી વાર કોઇ ના કરે અને અત્યારે સૌ ગૌ પ્રેમીઓ ની પ્રશાસન ઉપર નજર છે કે પ્રસાશન તાકીદે પગલાં લ્યે તેવી માંગણી ઉઠી છે.

(12:20 pm IST)