Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પોરબંદરમાં મોબાઇલ ઉપર જુગારનું વધતું દુષણઃ પગલા લેવા માંગણી

 પોરબંદર તા. ૧૮: શહેર મધ્યે વરલી મટકાની જેમ મોબાઇલ ઉપર જુગાર દુષણનાં રવાડે યુવાનો ચડયાં છે. જે સ્થળે આવી પ્રવૃતિ ચાલે છે ત્થા બહાર સરકારમાંથી એવું બોર્ડ માર્યું છે સભ્ય બનવા ડીપોઝીટ પણ ભરવી પડે છે. તેવી ચર્ચા છે.

યુવા ધનને ગેરમાર્ગે દોરનાર મોબાઇલ જુગાર દુષણમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ જોવા મળે છે. તેવી ચર્ચા છે. અગાઉ એક કાયદાકીય માર્ગદર્શનમાં આવી મોબાઇલ ઉપર ગેમ્સ જુગાર ગણાતો નથી તેવું જાહેર કરેલ પરંતુ શહેરમાં આવી જુગાર જેવી ધમધમતી પ્રવૃતિ અંગે તપાસ કરીને આ પ્રકારના દુષણ સામે પગલા લેવા માંગણી ઉઠી છે.

(12:19 pm IST)