Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પોરબંદર : મેન્યુઅલ સ્ટેમ્પ સ્ટોકનો વેચાણથી નિકાલ કરવા સુચના છતાં ઇ-ધરામાં ઇ-સ્ટેમ્પનો આગ્રહ

પોરબંદર તા ૧૮  :  સરકાર દ્વારા ઇ ધરામાં ઓન લાઇન સ્ટેમ્પીંગ સુવિધા શરૂ કરવામાં આવતા મેન્યુઅલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ બંધ થયું છે, પરંતુ સ્ટેમ્પ વેન્ડર પાસે હજુ મેન્યુઅલ સ્ટેમ્પ પેપરોનો સંગ્રહ હોય તેને વેચાણથી નિકાલ કરવા સુચના અપાય છે છતાં ઈ-ધરામાં મેન્યુઅલ સ્ટેમ્પ ચલાવવાને બદલે ઇ-સ્ટેમ્પીંગનો આગ્રહ રાખવામાં આવે છે, જેના કારણે બાકી મેન્યુઅલ સ્ટેમ્પનો નિકાલ થઇ શકતો નથી.

બીજી બાજુ સરકારની તીજોરીમાં કરોડોના સ્ટેમ્પ પેપરોનો સ્ટોક છતાં વેચાણ માટે મુકવામાં આવતો નથી. બાકી સ્ટેમ્પના નિકાલ બાદ ઈ-સ્ટેમ્પીંગ સુવીધા શરૂ કરવી જોઇએ તેવું સુચન કરવામાં આવ્યું છે.

(12:18 pm IST)