Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પોરબંદર લોહાણા હિતેચ્છુક મંડળ દ્વારા સમુહ યજ્ઞોપવિત

સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પઃ ૧૦૮ રાંદલ લોટા

પોરબંદર, તા., ૧૮: જાન્યુઆરીમાં લોહાણા હિતેચ્છુક મંડળ તથા સંલગ્ન સંસ્થા લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના બટુકો માટે સમુહયજ્ઞોપવિતનું ર૪મી વખત તા.૧૧-૧ર આયોજન અને જનોઇ ઉત્સવની સાથોસાથ ૧૦૮ રાંદલ લોટા, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ફોર્મ ભરાવવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. વિનામુલ્યે બટુકોને જનોઇ આપવામાં આવે છે. સાથે દર વર્ષ મુજબ લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ  ઉત્સવ યોજાશે. જેમાં માતાજીના લોટા તેડવાની વ્યવસ્થા કરી આપાશે.

જનોઇ ઉત્સવ અને ૧૦૮ રાંદલ લોટા ઉત્સવમાં જોડાવવા ઇચ્છતા લોકોએ વહેલી તકે નામો નોંધાવી દેવા માટે યાદી પાઠવવામાં આવી છે. સમુહ યજ્ઞોપવિત તેમજ રાંદોલ  ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ લોહાણા મહાજન વાડી, છાંયા ખાતે તેમજ જલારામ આવાસ રઘુવંશી સોસાયટી છાંયા ખાતે તેમજ ગાત્રાળ પબ્લીસીટી, કોંગ્રેસ કાર્યાલયની સામે, સુદામા કોમ્પલેક્ષ, પહેલા માળે, પોરબંદર (ફોન નં. રર૧૪૭૧૭, મો.૯૮રપ૪ ર૬૭૧૭) ખાતે તેમજ શિવ પાન, કેદારેશ્વર રોડ, સુતારવાડા, દતાણી ચાની સામે, પોરબંદર (મો.૯૫૮૬૪ ૫૦૧૭) ખાતેથી મળી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ર૦ ડિસેમ્બર છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા હિતુચ્છુક મંડળના પ્રમુખ દીલીપભાઇ ધામેચા, ઉપપ્રમુખ જયેશભાઇ સવજાણી, કપિલભાઇ ઠકરાર, મંત્રીશ્રી હિતેશભાઇ ચંદારાણા, મહામંત્રી હિતેનભાઇ પાંઉ, ખજાનચી અંકિતભાઇ કારીયા, સહખજાનચી વિનેશભાઇ ચોલેરા, જય મજીઠીયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(12:18 pm IST)