Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મનુષ્ય જો અહંકાર ત્યાગે તો પછી જીવનમાં બીજુ કશું ત્યાગવા જેવુ રહેતું નથી : નિર્મળ સ્વામી

ભાવનગરની રાજગઢગામમાં ચુવાળીયા ઠાકોર જ્ઞાતિ સંમેલન યોજાયું

ભાવનગર તા.૧૮ : વિધાતાના લેખ પર મેખ મારે એ સાધુ. ત્યાગમાં તાપ હોવો જોઇએ ભકત સદગુરૂ ભકિત સાથે ઇશ્વર ભકિત કરે છે.

આ અમૃતવાણી વલ્લભીપુર નજીક રાજગઢ ખાતે ચુંવાળીયુ વાળીયા ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહ પ્રસંગે સમઢીયાળા -  ૧ (બોટાદ) યોગીધામના યુગ દિવાકર સંત નિર્મળ સ્વામીએ પીરસી હતી. તેમણે કહ્યુ કે, સંતની ગોદમાં બેસતા પહેલા માનવ મા બાપની ગોદમાં બેસે. માણસની સમુદ્રી તેની પાસે કેટલા પૈસા છે. એના પરથી નહી પરંતુ તેનુ મન કેવુ છે. એના આધારે ગણાવી જોઇએ. આશાનો ઉદય એ જ જીવનનુ મંગલ પ્રભાત. પ્રાર્થનાથી ચૈતન્ય શકિત સંચાર સાથે આત્મવિશ્વાસ વધશે. યુગ દિવાકર સંત પૂ.નિર્મળ સ્વામીએ અંતમાં જણાવ્યુ કે પ્રારબ્ધ કર્મ બદલી નથી શકાતુ પરંતુ સંચીત કર્મને આધ્યાત્મિક ક્રિયાઓ દ્વારા બદલી શકાય. સંસ્કાર શીખવાડાતા નથી સંસ્કાર તો જીવવા દ્વારા બતાડાય છે.

(11:56 am IST)