Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

નશીલા પદાર્થના સેવનથી મોત થતા ટ્રક ડ્રાઇવરની લાશ નદીમાં ફેંકી દીધી'તીઃ હોટેલ સંચાલકની ધરપકડ

માળીયા મિંયાણા પાસે મચ્‍છુ નદીમાંથી લાશ મળી આવ્‍યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસોઃ અન્‍ય ૩ની શોધ

તા.૧૮: માળીયામિંયાણા પાસે મચ્‍છુ નદીમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળ્‍યા બાદ આ યુવાન પંજાબનો ટ્રક ડ્રાઇવર હોવાનું અને તેનુ નશીલા પદાર્થના સેવનથી મોત થતા ચાર શખ્‍સોએ લાશ નદીમાં ફેંકી દીધાનુ ખુલ્‍ફુ હતું. પોલીસે હોટેલ સંચાલકની ધરપકડ કરી અન્‍ય ત્રણ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયા નજીક વહેતી મચ્‍છુ નદીમાંથી ચાર દિવસ પહેલા પોટલામાં બાંધેલી હાલતમાં એક અજાણ્‍યા પુરુષની લાશ મળી આવી હતી જોકે લાશમાં પેટના ભાગની ગંભીર હાલત હોવાથી પોલીસને આ બનાવ હત્‍યાનો હોવાની શંકા જાગી હતી આથી બનાવનું સાચું કારણ જાણવા માટે ડેડબોડીને ફોરેન્‍સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હતી.

પણ મૃતકના પેટના ભાગે ગંભીર હાલત જોવા મળી હોવાથી માળીયા પોલીસે સદ્યન તપાસ હાથ ધરી હતી દરમિયાન મૃતક શીખ અને પંજાબનો વતની હોવાની પ્રાથમિક તપાસમાં ખુલતાં આ દિશામાં તપાસ ચલાવતા મૃતક પંજાબનો ટ્રક ડ્રાઇવર દેવેન્‍દ્રસિંગ અવતારસિંગ શીખ ઉ.વ.૩૧ હોવાની ઓળખ મળી હતી આ બનાવમાં મૃતકે વધુ પડતું નશીલા પદાર્થનું સેવન કરતા તેનું મોત થયા બાદ આ બનાવ પર ઢાંકપિછોડો કરવા હોટલના સંચાલક સહિત ચાર શખ્‍સોએ તેની લાશને મચ્‍છુ નદીમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્‍યું છે.

મૃતકના માતા પ્રકાશકૌર અવતારસિંગ અરજનસિંગ નાઇશીખ રહે.પંજાબવાળીએ લખબીરસિંગ જશવંત સિંગ જાટ પરબજીત ઉર્ફે પ્રભાસિંગ તારાસિંગ જાટ બુટાસિંગ તથા એક અજાણયો માણસ સામે માળીયા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૨ના રોજ બપોરના આશરે બે થી અઢી વાગ્‍યાની આસપાસ સૂરજબારી ટોલટેક્ષ પાસે લખા હોટલની પાછળ સૂરજબારી ગામની સીમ પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીના દિકરા દેવીન્‍દ્રસિંગ અવતારસિંગ અરજનસિંગ નાઇશીખ જાતેને આ આરોપી હોટેલના સંચાલક લખબિરસિંગે પોતાની લખા હોટલની પાછળના ભાગે વધુ પડતો નશીલા પદાર્થનો ડોઝ આપી જે વધુ પડતો નશાનો ડોઝ મરણજનારથી સહન નહી થતા દેવીન્‍દ્રસિંગ મોત થયું હતુ આથી આ બનાવ પર ઢાંકપીછોડો કરવા ચારેય આરોપીઓ મળીને મરણજનારની લાશને બ્‍લેકેટમાં બાંધી અલ્‍ટો કારમાં લઇ જઇ માળીયા મિ. મચ્‍છુ નદીના પાણીમાં ફેકી દઇ પુરાવાનો નાશ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્‍યુ હતુ પોલીસે ચાર શખ્‍સો સામે ૩૦૪ કલમ હેઠળ ગુનો નોંધી હોટેલ સંચાલક લખવીરસીંગની ધરપકડ કરી હતી જયારે અન્‍ય ત્રણ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:54 am IST)
  • આવકવેરાના લક્ષ્યાંક કરતાં ૫૦% રકમ હજુ વસૂલ થઈ છે આ ચાલુ નાણાકીય વર્ષના દેશના કુલ આવકવેરાના ટાર્ગેટના ૫૦ ટકા ઈન્કમટેક્ષ અત્યાર સુધીમાં વસૂલવામાં આવ્યો છે : આ વર્ષે ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયા આવકવેરાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ તેની સામે આજની તારીખે કેન્દ્ર સરકારે ૬.૧૨ લાખ કરોડ રૂપિયાનો ઈન્કમટેક્ષ ઉઘરાવ્યો છે access_time 6:06 pm IST

  • બાબા રામદેવએ કહ્યું અયોધ્યામાં રામમંદિરની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામનવમીએ રાખવી જોઈએ : રામદેવએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિર મહાન વૈદિક પરંપરાનું પ્રતિબીંબ હોવું જોઈએ access_time 1:10 am IST

  • મહારાષ્ટ્રનું કોકડુ ઉકેલવા નવી ફોર્મ્યુલા સુચવતા રામદાસ આઠવલે : ૩ વર્ષના ભાજપના અને બે વર્ષ શિવસેનના મુખ્યમંત્રી : મહારાષ્ટ્રમાં નવી દરખાસ્ત ઉપર શિવસેના અને ભાજપ વચ્ચે સમાધાન માટે રામદાસ આઠવલેની મધ્યસ્થી : કેન્દ્રીયમંત્રી અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ચેરમેન રામદાસ આઠવલેએ કહ્યુ છે કે મેં શિવસેનાના સંજય રાઉત સાથે સમાધાન માટે વાતચીત કરી છે : ત્રણ વર્ષ ભાજપના મુખ્યમંત્રી અને બે વર્ષ શિવસેનાના મુખ્યમંત્રીની ફોર્મ્યુલા સુચવી છે : જેના પ્રત્યુત્તરમાં સંજય રાઉતજીએ કહ્યુ છે કે મને કહ્યુ હતું કે, ભાજપ જો આ ફોર્મ્યુલા ઉપર સહમત હોય તો શિવસેના એના વિશે વિચારશે : શ્રી રામદાસ આઠવલેએ કહ્યુ કે, આ ફોર્મ્યુલા અંગે હું ભાજપ સાથે ચર્ચા કરીશ access_time 6:06 pm IST