Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મોરબી જિલ્લામાં ક્ષય નિદાન માટે એકસ-રે મોબાઈલ વાન હાઈરિસ્‍ક વિસ્‍તારોમાં ફરશે

મોરબી તા.૧૮:  ટીબી મુક્‍ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત ટીબીનું વહેલું અને ઝડપી નિદાન થઈ શકે તે હેતુથી મોરબી જીલ્લામાં તા. ૧૫થી ૨૨ સુધી એક્‍સ-રે વાન ફાળવવામાં આવેલ છે

 જે અંતર્ગત  તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ પીએસસી ટીકર(રણ) ખાતેથી આ વાનનું દિપ -ાગટય કરી લીલી ઝંડી આપી -સ્‍થાન કરવામાં આવેલ છે.

આ એકસ-રે મોબાઇલ વાન હળવદ તથા માળીયા(મી.) તાલુકાનાં હાઈરિસ્‍ક ગામોમાં જઈ શંકાસ્‍પદ ટીબી દર્દીનુ એકસ-રે  તપાસ દ્વારા  નિદાન કરવામાં આવશે તથા આપણાં મોરબી જિલ્લાને ટીબી મુક્‍ત બનાવવાંમાં મદદરૂપ થશે જેનો બહોળા પ્રમાણમા લાભલેવા લોકોને આરોગ્‍ય તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. કોઈ પણ વ્‍યક્‍તિને કે જેને બે અઠવાડીયા કે તેથી વધુ સમયની ખાસી , તાવ ,વજનમાં ઘટાડો, ગળફામાં લોહી પડવા જેવી તકલીફ હોય તે તમામ વ્‍યક્‍તિ આ હ્‍-ય્‍ખ્‍ળ્‍ વાનનો લાભ લઈ ટીબીનું નિદાન કરાવી શકે છે

આ એકસ-ર મોબાઇલ વાન હવે તા.૧૮/૧૧/૨૦૧૯ ના રોજ હળવદ તાલુકાના માથક અને તા.૧૯/૧૧/૨૦૧૯ રોજ રણછોડગઢ, સરંભડા ખાતે જ્‍યારે માળીયા (મી.) તાલુકામાં તા.૨૦/૧૧/૨૦૧૯ રોજ માળીયા, જાજાસર, મોટીબરાર, તા.૨૧/૧૧/૨૦૧૯ ના રોજ ખાખરેચી, કાજરડા, નવા હંજીયાસર, જુના હંજીયાસર અને તા.૨૨/૧૧/૨૦૧૯ રોજ મોટા દહીસરા, વવાણીયા, બગસરા, મોટાભેલા ખાતે ઉપસ્‍થિત રહેનાર હોઈ તેનો લાભ લેવા જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા ક્ષય કેન્‍દ્ર મોરબીની યાદીમાં જણાવવામાં આવે છે.

(11:54 am IST)