Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વોકીંગમાં નિકળેલા મેંદરડાના યુવાનનું કાર હડફેટે મોત

સગર્ભા પત્‍નિને લઇ તબીબના કહેવા મુજબ રાત્રીના ચાલવા નિકળેલાઃ ઇનોવા પણ નવેનવીઃ અરેરાટી

મેંદરડા, તા., ૧૮: સાસણ રોડ પર રોડની સાઇડ ઉપર વોકીંગ કરવા નિકળેલા ત્‍યારે મેંદરડા તરફથી નવી ઇનોવા કાર સાથે અથડાતા અશ્વીન મનસુખભાઇ સોંદરવા (ઉ.વ.ર૬)નું મૃત્‍યુ નિપજયું હતું. પીએસઆઇ એ.બી.દેસાઇએ ગુનો નોંધ્‍યો હતો.

 અશ્વીનભાઇના પત્‍ની ગૌરીબેન પ્રેગનેટ  હોવાથી ડોકટરના કહેવા મુજબ રોજ રાત્રે વોકીંગમાં જતા હતા ત્‍યારે રાત્રે ૮.૩૦ આસપાસ માનપુરથી વોકીગમાં અશ્વીનભાઇ  તથા ગૌરીબેન તેમનો ઉનાણીયો સતીસ નીકળેલ હતા. નવી જ ઇનોવા કાર એયબાય કોર રજીસ્‍ટ્રેશન લખેલ પોતે જ ૩ લોકોને સરકારી દવાખાને લઇ આવ્‍યા હતા અને ડો.પરમાર ડો.ડાએના અજુડીયાએ સારવાર આપી હતી.

(11:53 am IST)