Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગોંડલ ગંગોત્રી સ્કુલના છાત્રો રાષ્ટ્રપતિની મુલાકાતેઃ બાળ દિનની ઉજવણી

ગોંડલઃ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ઉત્તમ શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીઓનો ૩૬૦૦ ડિગ્રીએ સર્વાંગી વિકાસ કરવામાં જાણીતી બની છે ત્યારે તાજેતરમાં જ તા. ૧૪ નવેમ્બર ર૦૧૯ના રોજ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ-ગોંડલના વિદ્યાર્થીઓએ ચિલ્ડ્રન્સ-ડે ની ઉજવણી ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે કરી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:52 am IST)
  • રાજયસભામાં પીએમ મોદીનું સંબોધન : ૨૫૦મા સત્રની યાત્રામાં યોગદાન આપનારને અભિનંદનઃ દેશની એકતા અખંડીતતામાં રાજયસભાનું યોગદાનઃ આ જ ગૃહથી ત્રણ તલાક બિલ પાસ થયુઃ આ ગૃહે દેશને દિશા આપીઃ રાજય સભા સંધીય ઢાંચાનો આત્માઃ કલ્યાણકારી રાષ્ટ્ર અમારી પ્રાથમીકતાઃ લોકો આવતા જતા રહેશે વ્યવસ્થા કાયમ રહેશેઃ આ ગૃહને ઇતિહાસ બનાવ્યો છે access_time 4:26 pm IST

  • ભારતીય જનતા પક્ષે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા 13 ધારાસભ્યોને ટિકિટ આપી છે access_time 10:45 pm IST

  • મહારાષ્ટ્રનું કોકડુ ઉકેલવા નવી ફોર્મ્યુલા સુચવતા રામદાસ આઠવલે : ૩ વર્ષના ભાજપના અને બે વર્ષ શિવસેનના મુખ્યમંત્રી : મહારાષ્ટ્રમાં નવી દરખાસ્ત ઉપર શિવસેના અને ભાજપ વચ્ચે સમાધાન માટે રામદાસ આઠવલેની મધ્યસ્થી : કેન્દ્રીયમંત્રી અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ચેરમેન રામદાસ આઠવલેએ કહ્યુ છે કે મેં શિવસેનાના સંજય રાઉત સાથે સમાધાન માટે વાતચીત કરી છે : ત્રણ વર્ષ ભાજપના મુખ્યમંત્રી અને બે વર્ષ શિવસેનાના મુખ્યમંત્રીની ફોર્મ્યુલા સુચવી છે : જેના પ્રત્યુત્તરમાં સંજય રાઉતજીએ કહ્યુ છે કે મને કહ્યુ હતું કે, ભાજપ જો આ ફોર્મ્યુલા ઉપર સહમત હોય તો શિવસેના એના વિશે વિચારશે : શ્રી રામદાસ આઠવલેએ કહ્યુ કે, આ ફોર્મ્યુલા અંગે હું ભાજપ સાથે ચર્ચા કરીશ access_time 6:06 pm IST