Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

તમે કયા પર્વતને ઓળખો છો ?

ઇશ્વરિયાઃ અહિ દૃશ્યમાન બંને તસ્વીર સૌરાષ્ટ્રના ઐતિહાસિક મહત્વ ધરાવતા પર્વતોની છે. તમે કયાં પર્વતને ઓળખો છો ? સૂતેલા કોઇ મૂની હોય તેમ આબેહૂબ મસ્તિષ્ક લાગે છે. માથુ, લલાટ, નાક, હોઠ, દાઢીનો ભાગ અને ગળુ... વગેરે લાગે છે. બંને પર્વતોમાં વધતા ઓછા અંશે સામ્ય છે. તમે તરત જ કહી દેશો આ બંને ગિરનાર જ લાગે છે... પણ ના, પ્રથમ તસ્વીર જૂનાગઢના ગિરનારની જ છે, પરંતુ નીચેની બીજી તસ્વીર આપણા માટે જાણીતી બની નથી, હજુ બહાર પહોંચી જ  નથી. ભાણવડ પાસેના બરડા ડુંગર માળામાં ઘૂમલી નજીક આભાપરાની ટીકરીઓની આ તસ્વીર છે... બરડા વિસ્તારમાં ખૂબ જ ઇતિહાસ ભંડારાયેલો પડયો છે. ભાણવડ કે ઘૂમલી જઇએ અને રખડીએ તો જાણવા મળે. (તસ્વીરઃ મુકેશ પંડિત-ઇશ્વરિયા)

(11:51 am IST)