Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ધોરાજીમાં પંદર ચોરાઉ બાઈક સાથે ત્રણ શખ્સો ઝબ્બે

ધોરાજી તા.૧૮: ધોરાજી પોલીસે પંદર બાઈક સાથે ત્રણ મોબાઈલ સહિત રૂ. ૩,૦૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ બાઈક ઉઠાવગીરોને ઝડપી કાયદેશરની કાર્યવાહી કરી છે રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર જીલ્લા વિસ્તારમાં બાઈક ચોરી કરી તરખાટ મચાવતા શખ્સોને ધોરાજી પોલીસે પીંજરે પુર્યા છે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અને એએસપી સાગર બાગમાર દ્વારા વણ શોધાયેલ  મિલ્કત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે   ઇન્સ્પેકટર વી. એચ. જોષી  માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા   અજીતભાઈ ગંભીર ને ખાનગી રાહે મળેલ હકીકતના આધારે ધોરાજીનાં ત્રણ શખ્સોને ચોરી કરાયેલા પંદર બાઈક સાથે ઝડપી લઈને ધોરાજી પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી કલમ ૪૧ /૧ડી ૧૦૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલા આરોપી હુસેનખાન નાશીરખાન પઠાણ સીપાહી રહે. ખીજડાશેરી જલારામ બેકરી પાસે તેમજ મોહસીન હુશેન સમા ખાટકી રહે. પાંચપીરની વાડી બહારપુરા અને હુશેન ઈકબાલ કુરેશી મતવા રહે પાંચપીર વાડી બહારપુરો પંદર બાઈક સાથે પોલીસે ઝડપી લીધા હતા . આરોપીઓએ વધુપડતા હીરો હોન્ડા બાઈકની ઉઠાંતરી કરી હતી અને આરોપી હુસેનખાન નાશીરખાન પઠાણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી અને અમદાવાદ શહેરમાં આઠ બાઈકની ચોરીમાં પકડાયેલ અને પાસા પણ થયેલ છે.  પી. આઈ. વી. એચ. જોષી પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. કે. બોદર સી. ટી. વસૈયા  અશોકભાઈ મણવર પ્રેમજીભાઈ કીહલા દ્વારા કામગીરી કરાઈ હતી.

(11:50 am IST)