Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ધોરાજીમાં રીક્ષા ઉંધી વળી જતા એકનું મોત

ધોરાજી, તા. ૧૮ જુનાગઢ રોડ પર રિક્ષા ધોરીવાવ પાસે પલ્ટી ખાઇ જતાં રીક્ષામાં રહેલા રમેશભાઇ હેમુભાઇ વાઘેલા ઉ.વ. રર રહે. ધોરાજી જુનાગઢ રોડ વાળાને ગંભીર ઇજાઓ થતાં સારવાર બાદ મરણ ગયેલ અને અન્ય એક કાલીયાભાઇ જમલાભાઇ ગામેતી ઉ.વ.૩પ વાળાને પગમાં ગંભીર ઇજાઓ થતાં જુનાગઢ ખસેડાયા છે. આ બનાવની જાણ થતા માનવ સેવાના કાર્યકર્તાઓએ ઘાયલ અને મરણ જનારના પરિવારજનોને જાણ કરેલ હતી. મરણજનાર અપરણિત હતો અને બન્નેને ૧૦૮ના ડોકટર સુફીયાન અને પાયલોટ ભગીરથસિંહે તાત્કાલીક ઘાયલોને સરકારી હોસ્પિટલે ખસેડેલ હતા. આ બનાવની તપાસ હિતેશભાઇ ગરેજા ચલાવી રહેલ છે.

(11:48 am IST)