Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સુરજબારી ચેકપોસ્ટ ઉપર ચાઈના કલે ભરેલા ૫ ડમ્પર ઝડપાયા

રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર મોરબી જતા હોવાની શંકા

ભુજ, તા.૧૮: કચ્છ બોર્ડર રેન્જના આઈજી તરીકે સુભાષ ત્રિવેદીની નિયુકિત થયા બાદ ખનિજ માફિયાઓ ઉપર ધીરે ધીરે ગાળિયો કસાઈ રહ્યો છે. તે વચ્ચે હવે ખાણ ખનિજ વિભાગે પણ આળસ ખંખેર્યું છે. કચ્છની સુરજબારી ચેકપોસ્ટ ઉપર ચેકીંગ દરમ્યાન પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગે ચાઈના કલે ભરેલા ૫ ડમ્પરો ઝડપી પાડ્યા છે. આ પાંચે પાંચ ડમ્પરના ચાલકો ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની આંખમાં ધૂળ નાખીને નાસી છૂટ્યા હતા. લઈ જવાતા ચાઈના કલે અંગે કોઈ આધાર પુરાવાઓ નહીં મળતા જથ્થો સિઝ કરીને વધુ કાયદાકીય કામગીરી હાથ ધરાઈ છે. દરમ્યાન ચર્ચાતી હકીકતો મુજબ રોયલ્ટી ભર્યા વગરનો આ ચાઈના કલેનો જથ્થો મોરબી સીરામીક ઉદ્યોગમાં જતો હોવાનું અને આ રીતે ગેરકાયદે ખનન સાથે વેચાણ દ્વારા ખનિજ માફિયાઓ મોટો કારોબાર ચલાવતા હોવાનું જાણવા મળે છે.

(10:59 am IST)