Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દ્વારકા તાલુકા-ઓખા-દ્વારકા શહેર ભાજપ પ્રમુખો બિનહરિફ જાહેર

કિરીટસિંહ રાણા, મુળુ બેરા, કારૂ ચાવડા, પબુભા, જયમીન ઉપાધ્‍યાય સહિતની ઉપસ્‍થિતિ

દ્વારકા, તા.૧૮ સમગ્ર ગુજરાત રાજયના ભાજપના પ્રદેશ માળખામાં ફેરફારની પ્રક્રિયાના ભાગરૂપે ગઇકાલે દ્વારકના હીરબાઇ માણેક કોમ્‍યુનિટી હોલમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રભારી કિરીટસિંહ રાણા તથા ભાજપના આગેવાનો મુળુભાઇ બેરા, કારૂભાઇ ચાવડા, પબુભા માણેક, જયમીન ઉપાધ્‍યાય તથા સંઘના અધિકારી પ્રદીપભાઇ અને મહામંત્રી દિનેશ દતાણીની ઉપસ્‍થિતિમાં હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી.

દ્વારકા ભાજપ શહેર પ્રમુખ તરીકે વર્તમાન મહામંત્રી વિજય બુઝડ તથા મહામંત્રી તરીકે ધવલ ચંદારાણા અને અશોક ડાભીની નિમણૂંક કરવામાં આવી છે. જયારે ઓખા શહેર પ્રમુખ માટે દિલીપ કોટેચા તથા મહામંત્રીપદે કિર્તીરાજસિંહ રાઠોડ અને આનંદ હરખાણી અને દ્વારા તાલુકાના પ્રમુખપદે વરજાંગભા માણેક તથા મહામંત્રી પદે ધનાભા જડીયા તથા રાજેન્‍દ્ર પરમારની નિમણૂંક સાથેની જાહેરાત કરવામાં આવી હતી. નવા વરાયેલી ટીમને આગેવાનો તથા તાલુકા પંચાયત પ્રમુખ લુણાયા સુભણીયા, પત્રકાર તથા સુભાણીયા, તાલુકાના પ્રમુખો જીતેષ માણેક, ચેતન માણેક તથા વર્તમાન ભાજપ શહેર પ્રમુખ પરેશભાઇ ઝાપાયા, રમેશભાઇ હેરમા, વિનુભાઇ સામાણી વિગેરેએ સન્‍માન કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

નવા વરાયેલ  ટીમનું દ્વારકા શહેરમાં વાજતે ગાજતે નીકળેલ યાત્રાનું ઠેર ઠેર સ્‍વાગત સન્‍માન કર્યું હતું. ગુગળી જ્ઞાતિના પ્રમુખ આશ્વિનભાઇ પુરોહીત તથા દ્વારકા ધીરાજી પેડાઓએ આશિર્વાદ આપ્‍યા હતા. સંચાલન યુવરાજસિંહએ કર્યું હતું.

દ્વારકા શહેર પ્રમુખ  વિજય બુઝડ

દ્વારકા શહેરના નવા વપરાયેલા યુવા પ્રમુખ વિજયભાઇ બુઝડ અખબારી ક્ષેત્રે તથા બ્રહ્મસમાજમાં  વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર છે.

ઓખા શહેર પ્રમુખ બાલ મુકુંદ ગૌશાળાનું સમાપન કરે છે અને પાયાના ભાજપ કાર્યકર છે તથા નાના કેમીકલ્‍સના કર્મચારી છે. દ્વારકા તાલુકાના ભાજપ પ્રમુખ વરજાંગભા માણેકને રાજકીય વારસો મળેલો છે. તેમના પિતા જેઠાભા માણેક વર્ષો સુધી તાલુકા પંચાયત પ્રમુખ હતા. વરજાંગભાએ વારસો જાળવી રાખીને દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ પદે તથા ખેડૂતોની પાક વિમા સહિતના પ્રશ્નો તથા ખેડૂત લડત યોજનાઓમાં હંમેશા સક્રિય રહ્યા છે અને પબુભા માણેકના વિશ્વાસુ રાજકીય યોદ્ધા છે.

(10:32 am IST)