Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સિહોરના બ્રાહ્મણ રાજવંશનો ઇતિહાસ પુસ્તકનું પૂ. મોરારીબાપુના હસ્તે વિમોચન કરાયુ

કુંઢેલી તા. ૧૮ :.. સિહોરના બ્રાહ્મણ રાજવંશનો ઇતિહાસ પુસ્તકનો વિમોચન વિધિ પૂ. મોરારીબાપુના હસ્તે યોજાઇ ગયો. તાજેતરમાં તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે ઝવેરચંદ મેઘાણીના પગલે ચાલીને સતત સંશોધન કાર્ય કરી રહેલા પાલીતાણાના રણછોડભાઇ મારૂ લિખિત અને સંશોધિત આ મુલ્યવાન પુસ્તકના વિમોચન પ્રસંગે સાહિત્યપ્રેમીઓની ખાસ ઉપસ્થિતિ હતી.

રણછોડભાઇ મારૂ મેઘાણી અથાગ મહેનત અને સંશોધનની તિવ્રતમ ભાવનાથી સિહોરના બ્રાહ્મણ રાજવંશનો ઇતિહાસ નામના આ પુસ્તકમાં જેનો ઇતિહાસ લખાયો નથી એ ૮૦૦ વર્ષનો સળંગ ઇતિહાસ સમાવિષ્ઠ કર્યો છે. માત્ર પહેલી ચોપડી ભણેલા મેઘાણી પ્રેમી એવા આ સંશોધકે સૌને રસ પડે તેવું માહિતીપ્રદ પુસ્તક પુષ્પ આપણી સમક્ષ મૂકી  આપ્યું છે. વિશેષમાં તેમના દ્વારા સંપૂર્ણ સંશોધનના આધારે તૈયાર થનાર એક હજાર પાનાનું પુસ્તક કાઠીયાવાડના કોતરોમાં આગામી દિવસોમાં પ્રકાશીત થવા થઇ રહ્યું છે.

તલગાજરડા ખાતે ભજન વિચાર સંગોષ્ઠિ વેળાએ પૂ. મોરારીબાપુએ સિહોરના બ્રાહ્મણ રાજવંશનો ઇતિહાસનું વિમોચન કર્યુ હતું. અને લેખકને અભિનંદન સાથે શુભાષિશ આપ્યા હતાં.

(10:26 am IST)