Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સંસ્કૃત ભારતી સંગઠનના પ્રાંત સહમંત્રી પદે પાલીતાણાના ડો.ત્રિવેદીની વરણી

 ભાવનગર તા. ૧૮ :.. વિશ્વે સંસ્કૃત ધ્યેય વાકય સાથે કાર્યરત સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા કાત્યાયની શકિત પીઠ, છતરપુર, દિલ્હી ખાતે વિશ્વ સંમેલન યોજવામાં આવેલ. જેમાં વિશ્વના રર દેશોમાંથી ૭૬ અને ભારતના પ૯૩ જિલ્લામાંથી ૪રપ૦ દાયિત્વવાન વિદ્વાનો ઉપસ્થિત રહેલ. જેમાં ર૦૦ સંસ્કૃત પરિવાર સમાવિષ્ટ હતાં. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૮૭ પ્રતિનિધી અને ૧૧ સંસ્કૃત પરિવાર હાજર રહેલ. જેમાં ડો. પંકજ ઘનશ્યામભાઇ ત્રિવેદીના ધર્મપત્ની કવિતાબહેન, પુત્ર ઓમ અને પુત્રી શ્રેયાનો સમાવેશ થાય છે. પરિવારના તમામ સદસ્ય સંસ્કૃતમાં વાતચીતનું કૌશલ્ય ધરાવતા હોય તે પરિવાર સંસ્કૃત પરિવાર કહેવાય છે.

સંસ્કૃત વિશ્વ સંમેલનમાં માન. ઉપરાષ્ટ્રપતિ, સ્વામી અવધેશાનંદજી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સદસ્યશ્રી, તથા ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતાં.

આ સંમેલન સૌરાષ્ટ્ર માટે વિશેષ ગૌરવપ્રદ બની રહ્યું. સૌરાષ્ટ્રની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના માન. કુલપતિ શ્રી ગોપબંધુ મિશ્રની સંસ્કૃત ભારતીના રાષ્ટ્રીય આચાર્ય પ્રા. ડો. પંકજ જી. ત્રિવેદીની સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી તરીકે વરણી કરવામાં આવતાં સૌરાષ્ટ્રના સંસ્કૃત પ્રેમીજનો, ભાવનગર યુનિવર્સિટી પરિવાર અને પાલીતાણા પંથકમાં ખુશીની લહેર પ્રસરેલ છે. ગુજરાત રાજય સંસ્કૃત અકાદમીના સક્રિય સદસ્ય ડો. પંકજ ત્રિવેદી અનેક શૈક્ષણીક, સામાજિક, સેવાકીય અને આધ્યાત્મિક સંસ્થા-સંગઠન સાથે જોડાયેલા છે. સંસ્કૃત ને લોકભાષા બનાવવા અવિરત કાર્યરત ડો. ત્રિવેદીનું અનેક સંસ્થાઓએ સન્માન કરેલ છે.

(10:25 am IST)