Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ડેંગ્યુના કહેર સામે ભાવનગરના રકતદાતાઓએ દિલ ફાડી રકતદાન કર્યુ

જસદણ તા. ૧૮ :.. ભાવનગરમાં ડેંગ્યુના કહેર સામે રકતની જરૂરીયાત પડતાં શહેરની વિખ્યાત સર ટી હોસ્પિટલ બ્લડ બેંકની જોળી રકતદાતાઓએ છલકાવી દીધી હતી. ભાવનગરના મોટા ભાગના નાગરીકો માનવતાને પ્રથમ સ્થાન આપી કંઇક કર્યાનો સંતોષ વ્યકત કરે છે શહેરના કેટલાક વિરલાઓ તો પોતે માણસ છે અને માણસે માણસનું કામ કરવુ જોઇએ એવું માની ચુપચાપ પોતાનું કામ કરી પુણ્ય કમાયા હોવાનો અહેસાસ કરે છે. હાલ સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરમાં જીવલેણ ડેંગ્યુના કેસોમાં મોખરે છે જેમાં ભાવનગર શહેર પણ બાકાત રહ્યુ નથી જેથી રકતની જરૂરીયાત સામે ભાવનગરના માનવતાદીઓ સર ટી હોસ્પિટલની બ્લડ બેંકની વ્હારે ચઢયા હતા ખાસ કરીને રકતદાતાઓ પૈકી ભાવનગરના સામાજિક અગ્રણીઓ હનુમંતસિંહજી ચુડાસમા (૯૮ર૪ર ૯૩૦૯૩) ૧૧૪ અજયસિંહજી જાડેજા (૯૮ર૪ર ૩૭૭ર૪) પ૬ અને ભાવનગર દાઉદી વ્હોરા સમાજના મોભી ઇસ્માઇલભાઇ ટીનવાળા (૯૩ર૮૦ ૩પરપર) એ ૭પમી વાર રકતદાન કરતા આ માનવતાવાદી ત્રિપુટીને બ્લડ બેંક સહિત શહેરની સામાજિક, શૈક્ષણીક, વૈદકીય, સામાજિક, રાજકીય, સેવાકીય, અને ધાર્મિક સંસ્થાઓએ ખાસ શુભેચ્છાઓ પાઠવી નેકીના કાર્ય કરતા રહો તે સાથે અભિનંદન આપ્યાં હતાં.

(10:25 am IST)