Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ભુજના કુકમા ગામે દારૂ વેચવાની ના પાડનાર યુવાન બુટલેગર ખુલ્લી તલવાર લઇને દોડયો

ભુજ તા. ૧૮ :  સરકાર ભલે અસામાજિક તત્વો સામે અસરકારક કાયદા ઘડે પણ કાયદાનો ખોફ કે ડર હવે ગુજરાતમાં પણ ઘટી રહ્યો છે., એ વાસ્તવિકતા છે.

ભુજના કુકમા ગામે દેશી દારૂ વેચનારા બુટલેગરને દારૂ વેચવની ના પાડનાર યુવાન ઉપર થયેલા હુમલાએ ચકચાર સર્જી છે.

વણકરવાસમાં રહેતા ૩૪ વર્ષીય યુવાન અબ્દુલ ઇબ્રાહીમ નોડે ઉપર બુટલેગર નૂરમામદ સુમાર બાફણ સહિત ચાર શખ્સોએ હૂમલો કરીને તેને લમધાર્યો હતો.

દરમ્યાન અબ્દુલ નાસવા જતાં બુટલેગર નૂરમામદ અને તેના સાગ્રીતો અબ્દુલ પાછળ ખુલ્લી તલવાર સાથે દોડયા હતાં. જો કે, જેમ તેમ કહીને જીવ બચાવવામાં સફળ થયેલ અબ્દુલે પોતાના ભાઇ કાસમને આ અંગે વાત કરતાં અંતે મામલો પોલીસ ફરીયાદ સુધી પહોંચ્યો હતો.

કુકમા ગામે દેશી દારૂ વેચનાર બુટલેગર નૂરમામદને દારૂ વેચવાની ના પાડવી આ યુવાનને ભારે પડી હતી. ગુંડા અને લુખ્ખા તત્વો સામે સામાન્ય નાગરીકને  અવાજ ઉઠાવવો ભારે પડે એવી પરિસ્થિતી ગાંધીના ગુજરાત માટે ચિંતાજનક છે.

(10:23 am IST)
  • આજે- કાલે વાદળો છવાયેલા રહેશે, વ્હેલી સવારે- રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ રાજકોટઃ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે પશ્ચિમ હિમાલયને અસરકર્તા રહેશેઃ જેની અસરરૂપે આજે અને આવતીકાલે હાઈલેવલના વાદળો છવાશેઃ ત્યારબાદ મુખ્યત્વે પવનો ઉત્તર, ઉત્તર- પૂર્વના ફૂંકાશેઃ હાલમાં વ્હેલી સવારે અને મોડીરાતના ગુલાબી ઠંડીની અસર જોવા મળે છેઃ જો કે હાલમાં રાજયના અલગ- અલગ શહેરોમાં બપોરનું તાપમાન નોર્મલ કે નોર્મલથી એક ડીગ્રી નીચું રહે છે, જયારે સવારનું તાપમાન નોર્મલથી ત્રણથી ચાર ડીગ્રી ઉંચુ રહે છે access_time 10:48 am IST

  • મુંબઈના મેયર તથા ડેપ્યુટી મેયર તરીકે શિવસેનાના ઉમેદવારો બિનહરીફ : ઉમેદવારી પત્રક ભરવાની આજ 18 નવેમ્બરના રોજ છેલ્લી તારીખે કોંગ્રેસ અને " NCP એ માર્ગ મોકળો કરી આપ્યો : બંનેમાંથી કોઈપણ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભર્યું access_time 8:25 pm IST

  • જામનગર ફાયરીંગ પ્રકરણમાં વધુ ૪ શખ્સોની ધરપકડ : ઓશવાળમાં ફાયરીંગ પ્રકરણમાં નિલેશ ઉર્ફે કાબો ધીરૂભાઇ પરમાર, સંદિપ ઉર્ફે સેન્ડીયો નટુભાઇ બારડ, આશિષ ઉર્ફે ચંપાકુંજ હરીશભાઇ રાઠોડ અને નિલેશ ઉર્ફે હક્કો મનસુખભાઇ મકવાણાની અટક કરીને આરોપી ઇકબાલ બાઠીયા પાસેથી બનાવમાં વપરાયેલ પીસ્ટલ, કાર્ટીસ, અને ર મોટર સાયકલ, ર મોબાઇલ જપ્ત કર્યા છે. access_time 4:25 pm IST