Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વાંકાનેર શહેર-તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરાઈ

શહેર પ્રમુખપદે વ્યાસ દિનેશભાઈઅને તાલુકા પ્રમુખ તરીકે ડાંગરોચા વાઘજીભાઈની નિમણુંક

વાંકાનેર : ભાજપના પ્રદેશ અધયક્ષ તેમજ પ્રદેશ આગેવાનોની સૂચનાથી મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા મંડલ તથા વાંકાનેર શહેર મંડલના પ્રમુખ તથા મહામંત્રીની વરણી મોરબી જીલ્લા પ્રભારી મેઘજીભાઈ કંઝારીયા તેમજ જીલ્લાના સંહરચના અધીકારી પ્રશાંતભાઈ વાળા તેમજ મોરબી જીલ્લા અધયક્ષ રાઘવજીભાઈ ગડારાએ સાથે મળીને પરામર્ષ કરીને વરણીની જાહેરાત કરી છે

જેમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે વ્યાસ દિનેશભાઈ લાભશંકર, મહામંત્રી તરીકે સરસીયા મેરૂભાઈ કુંભાભાઈ અને રાઠોડ ગજેન્દ્રસિંહ દાજીભાઇની વરણી કરાઈ છે

જયારે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ડાંગરોચા વાઘજીભાઈ કુકાભાઈ જયારે મહામંત્રી તરીકે ઝાલા ધર્મેન્દ્રસિંહ અને બાંભવા હીરાભાઈ નોધાભાઈની વરણી કરવામાં આવી છે

(11:51 pm IST)