Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ધારીના મોણવેલમાં આર્થિક સંકડામણ મહિલા ખેડૂતને ભરખી ગઈ :કેરોસીન છાંટી જાત જલાવી જીવન ટૂંકાવ્યું

નંદુબેને ખેતીની જમીન પર બેન્કનું ધિરાણ લીધું હતું :સતત ચિંતામાં રહેતા હતા

અમરેલી પંથકમાં આર્થીક સંકડામણના કારણે ધારી પંથકની વધુ એક ખેડૂત મહિલાએ શરીરે કેરોસીન છાટી જાત જલાવી લેતા અરેરાટી ફેલાઈ છે.

  મળતી વિગત મુજબ ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતી અને ખેતીકામ કરતી નંદુબેન પોપટભાઇ ઢોલરીયા નામની ખેડુત મહિલાએ ખેતીની જમીન પર ધિરાણ લીધું હતું. તેમજ બેંકનું પણ લેણું બાકી હતું. તેમજ આ રકમ પોતે ભરી શકે તેમ ન હોવાથી સતત ચિંતામાં રહેતા હતા. ત્યારે ગઇકાલે તેણીએ પોતાના ઘરે શરીર ઉપર કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા સળગી જવાથી સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હસમુખભાઇ ફુલાભાઇ ઢોલરીયાએ પોલીસમાં જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

(8:05 pm IST)