Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પરના બાણુગાર ગામ પાસે પુર ઝડપે દોડતી એક કાર એકાએક પલટી ખાઈ રોંગ સાઈડમાં 100 મીટર સુધી ઢસડાઈ વીજ પોલ સાથે અથડાઈ

જામનગર: જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પરના બાણુગાર ગામ પાસે પુર ઝડપે દોડતી એક કાર એકાએક પલટી ખાઈ, રોંગ સાઈડમાં 100 મીટર સુધી ઢસડાઈ વીજ પોલ સાથે અથડાઈ હતી. દસ સેકન્ડમાં સમેટાયેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. રોંગ સાઈડમાં કાર અને વીજ પોલને નુકસાની છતાં બનાવ પોલીસ દફતર સુધી નહિ પહોચતા આશ્ચર્ય સર્જાયું છે.

જામનગર નજીકના રાજકોટ ધોરી માર્ગ પર બે દિવસ પહેલા અકસ્માતની જુદી જુદી ઘટનાઓ ઘટવા પામી હતી. જોકે મોટા ભાગની ઘટનાઓ પોલીસ દફતરમાં નોંધાઈ હતી. જેમાંની એક ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. રાજકોટ ધોરી માર્ગ પર આવેલ બાણુગર ગામ નજીકની હોટલ સહયોગ સામે બે દિવસ પૂર્વે એક કાર કોઈ પણ કારણસર અકસ્માતગ્રસ્ત બની હતી. જામનગરથી રાજકોટ તરફ જતી હતી ત્યારે કોઈ કારણસર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડીવાઈડર પરથી પટકાઈ રોંગ સાઈડમાં ચાલી ગઈ હતી. ડિવાઈર પરથી ઉછળેલી કાર પલટી ખાઈ, રોડ પર પાંચ- વખત પલટી આસરે સો મીટર સુધી ઢસડાઈ સાઈડ પરના લોખંડના વીજ પોલ સાથે અથડાઈ હતી. ધડાકાભેર કાર અથડાતા વીજ પોલ વળી ગયો હતો અને તાર તૂટી ગયા હતા. લોખંડના પોલ સાથે કાર અથડાતા કાર થંભી ગઈ હતી.

(2:56 pm IST)