Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મોરબીમાં અકસ્માતે મૃત્યુ પામનારના વારસદારને એક માસમાં વિમાનો ૧૦ લાખનો ચેક મળ્યો

અખબારી વિતરકનું અકસ્માતે મોત થતા વિમાની રકમ મળી

     મોરબી:   આજના ઝડપી યુગમાં ઝડપી વાહનો સતત દોડતા રહે છે જેથી અકસ્માતોના બનાવો પણ બનતા રહે છે અને અકસ્માતોમાં સ્વજન ગુમાવ્યા બાદ પરિવાર રઝળી પડતો હોય છે જેથી આવા સંજોગો સામે પરિવારને રાહત મળે તેવા હેતુથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બચત ખાતાના ગ્રાહકો માટે વીમા પોલીસીની સેવા ઉપલબ્ધ છે જે અંતર્ગત તાજેતરમાં એક મૃત્યુ પામેલા ગ્રાહકના વારસદારને ૧૦ લાખનો ચેક એક જ માસના સમયમાં મળી ગયો હતો

એસબીઆઈ બેંકમાં સેવિંગ ખાતું ધરાવતા ગ્રાહકને માત્ર ૫૦૦ રૂ જેવા નજીવા વાર્ષિક પ્રીમીયમ પર ૧૦ લાખનુ વીમા કવર પ્રાપ્ત થાય છે તો આવા જ એક બેંકના ગ્રાહક ખીમરાજભા હમીરભાઈ ગઢવી જે અખબાર વિતરક તરીકે કાર્ય કરતા હતા અને થોડા સમય પૂર્વે તેમનું અકસ્માતે અવસાન થયું હતું ત્યારે વીમા પોલીસી અંતર્ગત એસબીઆઈ બેન્ક દ્વારા તેમના વારસદાર દીકરી દેવલબેન અને હંસાબેન જે સોખડામાં રહેતા હોય તેમને આજે પરા બજાર બ્રાંચના બેંકના એજીએમ અશોક પાલવે, ચીફ મેનેજર રામ ક્રિષ્ણ, બ્રાંચ મેનેજર અભિષેક શુક્લા અને સ્ટાફના અનિલભાઈ પરમારની ઉપસ્થિતિમાં મૃતકના બંને દીકરીને ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને એક જ માસના ટૂંકાગાળામાં ૧૦ લાખની વીમા પોલીસી રકમ મળી જતા વારસદારોએ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ બેંકના એજીએમ દ્વારા વીમા પોલીસીની આ સેવાનો ગ્રાહકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો 

(12:19 pm IST)