Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મોરબીના પેપરમિલ ઉદ્યોગ માટે આવનારો સમય કપરો સાબિત થવાના એંધાણ

  મોરબી: મોરબી શહેરમાં સિરામિક, ઘડિયાળ ઉદ્યોગ ઉપરાંત પેકેજીંગ અને પેપરમિલ ઉદ્યોગ પણ વિકસ્યો છે અને પેપરમિલ ઉદ્યોગમાં પણ મોરબીએ કાઠું કાઢ્યું છે જોકે આવનાર સમય મોરબીના પેપરમિલ ઉદ્યોગ માટે કપરો સાબિત થવાનો હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહેલી વેપાર નીતિના ફેરફારો ઉદ્યોગ માટે કપરા ચઢાણ સમાન બની રહેશે

        મોરબીનો પેપરમિલ ઉદ્યોગ આગામી દિવસોમાં મુશ્કેલી સ્થિતિમાં મુકાશે તે અંગે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ચાઈના ગર્વમેન્ટ આગામી વર્ષ ૨૦૧૯ ના પ્રથમ ક્વાર્ટરમાં પેપર વેસ્ટની આયાત પોલીસીમાં ફેરફાર કરી રહી છે અને લોકલ પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ આપવા ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે તો તે ઉપરાંત વિએટનામમાં ચાઈનાની પેપરમિલ પેપરનું અને પલ્પનું ઉત્પાદન શરુ થઇ ગયું છે અને નજીકના ભવિષ્યમાં ચાઈનાથી મોટાભાગની શિફ્ટ થયેલ મીલનું ઉત્પાદન શરુ થઇ જશે

        તો પેપરમિલ ઉદ્યોગની મુશ્કેલીઓ આટલેથી અટકતી ના હોય તેમ પશ્ચિમી દેશો દ્વારા પણ રીસાઈકલ પ્રોસેસ ઉત્પાદિત થતી આઈટમોના ઉત્પાદન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાઈ તેવી શક્યતાઓ જોતા જે તે પશ્ચિમી દેશોમાંથી ઈમ્પોર્ટ થતો વેસ્ટ પણ સંપૂર્ણ બંધ થઇ જાય તેવી પ્રબળ સંભાવનાઓ જણાઈ રહી છે જે તમામ સ્થિતિને ધ્યાને લેતા મોરબીના પેપર મિલ ઉદ્યોગ માટે નજીકના ભવિષ્યમાં કપરા ચઢાણની શક્યતાઓ સેવાઈ રહી છે અને ઉદ્યોગના વિકાસ સામે આ પરિબળો સ્પીડ બ્રેકર સાબિત થાય તેવું તજજ્ઞોનું માનવું છે

(12:18 pm IST)