Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ડેડાણમાંથી બોગસ રેશનકાર્ડનું કૌભાંડ ઝડપાયુ

ખાંભા તાલુકામાં છેલ્લા એક માસમાં પાંચ રેશનીંગની દુકાનોમાંથી કૌભાંડો પકડાતા ચકચાર મચી જવા પામી છે.

ખાંભાના ડેડાણ ગામના રેશનીંગ પરવાનેદાર ભુપત રામભાઇ પરમારની રેશનીંગની દુકાનમાં વરસોથી ડેપ્‍લીકેટ રેશનકાર્ડ બનાવી લાખો રૂપિયાનું અનાજ ચાઉં  કરાતા હોવાનું સામે આવ્‍યું હતુ. આ બાબત ખાંભાના પુરવઠા મામલતદારના ધ્‍યાને આવતા રેશનીંગની દુકાને તપાસ કરાવવામાં આવી હતી જેમા ૧૦૦ થી વધુ ડુપ્‍લીકેટ કાર્ડ મળી આવતા દુકાન સીલ કરવામાં આવી હતી.

આ રેશનીંગ દુકાનદારે ગરીબ પરિવારોના મૃત વ્‍યકિત બહારગામ રહેતા પરીવારોના પોતાની વગથી બીપીએલ તથા અંત્‍યોદયના ડુપ્‍લીકેટ કાર્ડ બનાવતા હતા. આ મામલે  ર૦૧૧ થી હાલના મામલતદાર તથા પુરવઠા મામલતદારની તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

(11:59 am IST)