Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ધ્રોલના હમાપર પાસે જર્જરીત રોડના લીધે રાજકોટના આહિર પરિવારને વાહન અકસ્માત : બે ને ગંભીર ઇજા અને બે વ્યકિત નાની મોટી ઇજા

ધ્રોલ તા.૧૬ : ધ્રોલના હમાપર પાસે જર્જરિત રોડના લીધે વાહન અકસ્માતના ચાર વ્યકિતમાથી બે ને ગંભીર ઈજા અને બે વ્યકિત નાની મોટી ઈજા થવાથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

મળતી વિગતોનુસાર રાજકોટનો આહીર પરીવાર આજે વહેલી સવારે ધ્રોલ તાલુકાના હમાપર ગામે સબધીને ત્યાં લૌકિકક્રિયાએ આવતા સમયે અકસ્માત નડતાં ભાગદોડ મચી જવા પામી હતી અને ગ્રામજનો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને આહીર યુવાનોને પ્રથમ ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ બે યુવાનોને ગંભીર ઈજા થવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.ગંભીરઈજા પામનારમા સુભાષભાઈ હરીભાઇ બોરીચા, અરવિંદભાઈ લાખાભાઈ શિયાર તથાબિજલભાઈ વસતાભાઈ શિયાર અને સંજયભાઈ ગગુભાઈ શિયારને નાની મોટી ઈજા થઈ હતી.

વધુમાં આ ગંભીર અકસ્માત થવા પાછળનું ગ્રામજનો કારણ જણાવી રહ્યા છે કે, ખારવા થી હમાપરનો રોડ છેલ્લા ધણા સમય થી બિસ્માર હાલત હોય અનેક વખત રજૂઆત કરવા છતાં નવો રોડ તો ઠીક પણ તંત્ર ખાડા બુરવા એટલે કે પેચવર્ક કામ પણ કરેલ નથી આથી જવાબદાર આગેવાનોના પેટમા પાણી નથી હલતુ રોડ તેવા આક્ષેપો સાથે આ રોડ પર બે-બે ફુટ ખાડાના લીધે અંતે નિર્દોષ પ્રજાને ગંભીર ઈજા થવાથી ચારેય આહીર યુવાનોને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા આવ્યા છે.

ભાજપના આગેવાનોને છેલ્લા બે માસથી હમાપરના જર્જરિત રોડ મામલે કરાય છે રજુઆત અંતે ભયજનક અકસ્માત થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.(તસ્વીર અહેવાલ : સંજય ડાંગર, ધ્રોલ)

(1:55 pm IST)