Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જુનાગઢમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પુતળા દહન

જુનાગઢઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલની આગેવાનીમાં જુનાગઢ શહેર ખાતે વધતી જતી અસહય મોંઘવારીનાના વિરોધમાં સૂત્રોચ્ચાર/ધારણા પ્રદર્શન કરી મોંઘવારીના રાક્ષસના પૂતળા દહન કરી, વિજયાદશમી ના દિવસે મોંઘવારીના રાક્ષસને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કાંેગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કોર્પોરેટર રજાકભાઈ હાલા, તેમજ શહેર કૉંગ્રેસ સમિતિના કાર્યકરો,હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.  (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:08 pm IST)