Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કેશોદમાં કોરોનાનો વધુ એક કેસઃ ફફડાટ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૬ :. કેશોદમાં કોરોનાનો વધુ એક કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં છેલ્લા ૬ દિવસથી કોરોનાએ એન્ટ્રી કરી છે. ગઈકાલે કેશોદ ખાતે વધુ એક વ્યકિતનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેની સારવાર સઘન બનાવવામાં આવી હતી.

કેશોદમાં છેલ્લા ૬ દિવસમાં કોરોનાના નવા ૧૨ કેસ આવતા ચિંતાના વાદળા ઘેરાય ગયા છે.

હવે તો દિવાળી તહેવાર શરૂ થવામાં છે તેથી જે લોકો હજુ નહિ સમજે તો આગામી દિવસો ભારે પડવાની શકયતા નકારી શકાતી નથી.

(1:04 pm IST)