Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જૂનાગઢ જોષીપરાની સિદ્ધિ વિનાયક ગરબી મંડળ પ્રાચીન ગરબીમાં ૬૦થી વધુ બાળાઓના અવનવા રાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૬ :. જૂનાગઢ જોષીપરાના ખલીલપુર રોડ સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક સોસાયટી ૧/૨ દ્વારા આજથી ૭ વર્ષ પહેલા શ્રી સિદ્ધિ વિનાયક ગરબી મંડળની સ્થાપના કરી સતત ૬ વર્ષથી ૬૦થી વધુ બાળાઓ પ્રાચીન રાસગરબા રજુ કરી રહી છે.

આ ગરબી મંડળના સંચાલક ભીખાલાલભાઈ મોહનભાઈ ગજેરાએ જણાવ્યુ હતુ કે આ વિસ્તારની સોસાયટીની ૬૦થી વધુ દિકરીઓ પારીવારીક માહોલમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગરબે ઘુમી રહી છે અને લોકો પણ આ નવરાત્રી રાસ નિહાળી પ્રભાવિત થાય છે અને હાલ કોરોનાની મહામારી અને મંદી જેવા માહોલ વચ્ચે એક પણ રૂપીયો ફી લીધા વગર ગરબી મંડળમાં દિકરીઓને પ્રવેશ આપવામાં આવેલ અને દાતાઓના સહયોગથી નાસ્તો-લ્હાણી પણ પુષ્કળ આપવામાં આવેલ. આ નવરાત્રી મહોત્સવ દરમિયાન જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ પરિવાર સાથે તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તેમજ કોર્પોરેટર ગોપાલભાઈ રાખોલીયા, મનુભાઈ મોકરીયા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તથા શહેર ભાજપના મહામંત્રી ભરત શિંગાળા, જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જોષી સહિતનાએ ગરબી મંડળની મુલાકાત લઈ ગરબી મંડળની બાળાઓને પ્રોત્સાહીત કરેલ.

ગઈકાલે રાત્રે આ નવરાત્રી મહોત્સવ સંપન્ન થયો હતો જેને સફળ બનાવવા આયોજક ભીખાલાલ ગજેરા, મયુરભાઈ રાણોલીયા, રાજુભાઈ ઠેસીયા, ભનુભાઈ ગજેરા, હરેશભાઈ ગોંડલીયા તેમજ ગરબી મંડળની બાળાઓ ગાંઠીયા, જલેબી, દાબેલી જેવી લ્હાણી તુષારભાઈ મહેતા અને મનુભાઈ હિરપરા, ગોપાલભાઈ બરવાળીયા, જીજ્ઞેશભાઈ ઠેસીયા, રાજુભાઈ બાબરીયા, કિશોરભાઈ ધડુક, ભનુભાઈ રવજીભાઈ ગજેરા, ભુવાભાઈ મયુરભાઈ પાનસુરીયા, રામદેભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હોવાનું ભીખાલાલ ગજેરાએ અંતમાં જણાવ્યુ હતુ.

(1:01 pm IST)