Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર - ધરણા દહન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર :  શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિના  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના  પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર લાલ બંગલા સર્કલ ખાતે વધતી જતી અસહય મોંઘવારીના ના વિરોધમાં સૂત્રોચ્ચાર/ધારણા પ્રદર્શન કરી મોંઘવારીના રાક્ષસના પૂતળા દહન કરી, વિજયાદશમીના દિવસે મોંઘવારીના રાક્ષસને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ  જીવણભાઈ કુંભરવાડિયા, શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા, ગુજરાત કિસાન કોંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, શહેર મહિલા મંત્રી રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા મંત્રી સારાબેન મકવાણા, કોર્પોરેટર ધવલભાઈ નંદા, કાસમભાઈ જોખિયા, જેનબબેન ખફી, નૂરમામાંદ પાલેજા, પી.આર જાડેજા, જે.બી.અંબલિયા, પાર્થ પટેલ, ઓ.બી.સી ના સુભાષભાઈ ગુજરાતી, ભરતભાઈ વારા, મીડિયા સેલના જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, નર્મદાબેન, યાસમીનબેન, તેજસ ડોઢિયા, રમેશભાઈ પરમાર, ધીરેનભાઈ નંદા, હરેશભાઇ પરમાર, હુસેનભાઈ મુરીમાં, રાહુલભાઈ, હાર્દિક જોશી તથા પ્રવીણભાઈ જેઠવા અને શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકરો, હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:07 pm IST)