Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ધ્રોલમાં સાંજે ર કલાકમાં ૪ ઇંચ, રાજકોટમાં પોણો ઇંચ, જોડિયામાં સવા ઇંચ, ટંકારામાં અર્ધો ઇંચ વરસાદ

ચોટીલા થાનગઢ મોરબી માળીયા પડધરી ખંભાળિયા અમરેલીઅને બગસરામાં ઝાપટા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આખો દિવસ ઉકળાટ બાદ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ર કલાકમાં જામનગરના ધ્રોલમાં ૧૦૬ મી.મી., જોડિયામાં ૩ર મી.મી. તથા રાજકોટમાં ૪૩ મી.મી. વરસાદ નોંધાયોહતો.

મોરબીના ટંકારામાં ૧૩ મીની મોરબીશહેર પ મીમી માળિયા ૭ મીમી વરસાદ તેમજ પડધરીમાં ૧૦ મીમી વરસાદ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધીમાં નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ૪ મીમી, થાનગઢમાં ર મીમી, અમરેલી ૩ મીમી, બગસરા ૩ મીમી, ભાવનગર જિલ્લામાં ગારીયાધારમાં પ મીમી વરસાદ છુટાછવાયા ઝાપટા રૃપે વરસી ગયો હતો. રાજકોટના પડધરીમાં ૧૦ મીમી વરસાદ સાંજે ૬ થી ૮ વાગ્યામાં નોંધાયો હતો.

(10:00 pm IST)