Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર માતેલા સાંઢ સમાન બનેલા ડમ્પરોએ માઝા મૂકી : ડમ્પરો બેફામ, ST બસને અડફેટે લેતા અકસ્માત

સુરેન્દ્રનગર : લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર માતેલા સાંઢ સમાન બનેલા ડમ્પરોએ માઝા મૂકી છે. બેકાબૂ ડમ્પરે આજે એક એસ.ટી. બસને ટક્કર મારતા 11 મુસાફરો માંડ માંડ બચ્યા હતા. ફૂલ સ્પીડમાં ધસી આવેલા ડમ્પરે વળાંક લઈ રહેલી એસ.ટી.ને ધડાકાભેર ટક્કર મારતા દેકારો મચી ગયો હતો. અહીંયા સિક્સલેન હાઇવેની કામગીરી ચાલતી હોવાના કારણે સાંકડા બનેલા રસ્તા પર ડમ્પરો બન્યા માતેલા સાંઢ બન્યા છે.

લીંબડી હાઇવે સર્કલ પાસે આ અકસ્માતની ઘટના બનતા હાઇવે રોડ પર 1 કી. મી.સુધી વાહનોની લાંબી લાઇનની કતારો જોવા મળી હતી ત્યારે આ અકસ્માતમા એસ.ટી.બસ માં 11 મુસાફરોનો આબાદ બચાવ થયેલ તેઓને કોઈપણ પ્રકારની જાન હાનિ થવા પામી ન હતી, પરંતુ તહેવારોના દિવસોમાં જો તમે આ હાઇવેર પરથી પસાર થવાના હોવ તો ચેતીને ચાલવા જેવું છે.

સૂત્રો પાસેથી જાણવા મળેલ ડમ્પર સાયલાથી બાવળા જતું હતું. આ અકસ્માત ની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દુર કરાવી વધુ તપાસ હાથ ધરી હતી

તાજેતરમાં જ આ માતેલા સાંઢ સમાન ડમ્પરોનો ભોગ નરેન્દ્ર બાપુ સોલંકી બન્યા હતા અને બાપુએ હંગામો મચાવવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેઓ ગાંધીનગરથી સરકારી ગાડીમાં રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરોએ તેમની ગાડીને ટક્કર મારવાની કોશિષ કરી હતી. તાજેતરમાં જ આ માતેલા સાંઢ સમાન ડમ્પરોનો ભોગ નરેન્દ્ર બાપુ સોલંકી બન્યા હતા અને બાપુએ હંગામો મચાવવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેઓ ગાંધીનગરથી સરકારી ગાડીમાં રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરોએ તેમની ગાડીને ટક્કર મારવાની કોશિષ કરી હતી.

તાજેતરમાં જ આ માતેલા સાંઢ સમાન ડમ્પરોનો ભોગ નરેન્દ્ર બાપુ સોલંકી બન્યા હતા અને બાપુએ હંગામો મચાવવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેઓ ગાંધીનગરથી સરકારી ગાડીમાં રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરોએ તેમની ગાડીને ટક્કર મારવાની કોશિષ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ હાઇવે પર કચ્છના કંડલાથી લઈને સૌરાષ્ટ્રના સોમનાથથી આવતા વાહનોની મોટી અવરજવર રહે છે. સૌરાષ્ટ્રથી અમદાવાદ-ઉત્તર ગુજરાત, રાજસ્થાન, સુરત, દક્ષિણ ગુજરાત જતા વાહનો માટે આ હાઇવે પરથી પસાર થવું અનિવાર્ય છે ત્યારે આગામી સમયમાં દિવાળી અને તહેવારોની મોસમમાં આ મુદ્દે ધ્યાન કેન્દ્રીત નહીં થાય તો ડમ્પરોનો ભોગ અનેક નિર્દોષ લોકો બની શકે છે. ઉલ્લેખનીય છે કે આ હાઇવે પર કચ્છના કંડલાથી લઈને સૌરાષ્ટ્રના સોમનાથથી આવતા વાહનોની મોટી અવરજવર રહે છે. સૌરાષ્ટ્રથી અમદાવાદ-ઉત્તર ગુજરાત, રાજસ્થાન, સુરત, દક્ષિણ ગુજરાત જતા વાહનો માટે આ હાઇવે પરથી પસાર થવું અનિવાર્ય છે ત્યારે આગામી સમયમાં દિવાળી અને તહેવારોની મોસમમાં આ મુદ્દે ધ્યાન કેન્દ્રીત નહીં થાય તો ડમ્પરોનો ભોગ અનેક નિર્દોષ લોકો બની શકે છે.

(11:46 am IST)