Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ધોરાજી ના સુપેડી ગામે અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી લાશ મળી આવી:..ડેડબોડી ફોરેન્સિક લેબમાં મોકલાઈ.

ધોરાજી :ધોરાજી ના સુપેડી ગામે કોહવાયેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
  મળતી વિગતો પ્રમાણે સુપેડી નજીક નદી વિસ્તાર પાસે આવેલ રંજનબેન કોળીના ખેતર પાસેના નદીના સેલા પાસેથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ બાબતે  ધોરાજી પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. અને લાશને ફોરેન્સિક લેબમાં મોકલી આપી હતી. જેથી હત્યા, આત્મહત્યા કે અને મૃતકની ઓળખ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે.

(10:29 am IST)