Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાજકોટ-આટકોટ હાઇવે પર બાઇકને પાછળથી એલપીજી ગેસના ટેન્કરે હડફેટે ચઢાવતા અણીયારાના યુવાનનું મોતઃ હાઇવે ઉપર નવી વીજ લાઇનના કામ દરમ્યાન સાંજે વીજ વાયર બાઇક સવારને નજીક આવતા દેખાતા ઓંચિતી બ્રેક મારતા અકસ્માતઃ બાઇકને બચાવવા જતા ટેન્કર પલટી મારી ગયું

રાજકોટ : રાજકોટ-આટકોટ હાઇવે ઉપર ખારચીયા પાસે માધવ હોટલ સામે સાંજે એલપીજી ગેસના લોંગ નંબર (જીજે૦૧-બીવી-૧ર૦૦) એ આગળ જતા બાઇક (જીજે૩ડીએચ૮૪૬ર) ને ઠોકરે ચઢાવતા બાઇક ઉપર જતા હલેન્ડા પાસેના અણીયારાના લાલજીભાઇ બાબુભાઇ મોરડિયા કોળી (ઉ.વ.૩ર) નું મોત નીપજયું છે.

હાઇવસ ઉપર નવી વીજ લાઇનનું કામ ચાલુ હોય અને વીજ વાયરને રોડની બીજી સાઇડ લેતી વખતે સાંજના સમયે બાવર સવારને વીજ વાયર નજીક આવ્યા બાદ દેખાતા તુરંત બ્રેક મારી હતી અને પાછળથી પુરપાટ આવતા એલપીજી ગેસના ટેન્કરે ે હડફેટે ચડી જતા અકસ્માત થયેલ હતો.  બાઇક સવારને બચાવવા ટેન્કર ચાલકે પ્રયાસ કરીને બ્રેક મારતા ટેન્કર પલટી મારી ગયું હતુ.

આ બનાવની જાણ અણિયારાના આગેવાન રમેશભાઇ ડાંગરને થતા ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ આર.વી. કડછા, ભગીરથસિંહ ચુડાસમા, મહેશભાઇ સાંગાણી  સહીત ઘટના સ્થળે દોડી આવેલ હતા. સરધાર ૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી કાકુભાઇ ગોહેલ, પાઇલોટ રામભાઇ ખાંભલા ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા.

મરણે જનાર બંગડીનું કામ કરે છે, સંતાનમાં ૧ દીકરો અને ૧ દીકરી છે.

(9:11 pm IST)