Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાપરના ફતેહગઢ ગામે આકાશમાંથી પડેલા સફેદ બલુને સર્જ્યું લોકોમાં કુતુહલ

રાપરના ફતેહગઢ ગામે આકાશમાંથી નીચે પડેલા સફેદ બલુને લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ સર્જ્યું હતું. ગામની સીમમાં પડેલા આ બલુનને જોવા લોકો એકઠા થયા હતા. 

જોકે, આ અંગે લોકોએ તંત્રને અને અન્ય લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ હવામાનની જાણકારી મેળવવા માટેનું બલૂન છે. જે હવામાન વિભાગ ડેટા મેળવવા માટે હવામાં છોડે છે. આ બલૂન કોઈ શંકાસ્પદ કે નુકસાનકારક નથી. તે ફુગા કરતા જમ્બો સાઈઝનું હોય છે.

(8:27 pm IST)