Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જામનગરમાં સમયસર ટીવીનો હપ્તો ન ચુકવતા છરીથી હુમલો

જામનગર તા. ૧૮: સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પાર્થભાઇ નરેન્દ્રભાઇ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭-૧૦-૧૯ ના પાર્થભાઇએ કેતન ઇલેકટ્રોનીકસ દુકાનમાંથી એમ.આઇ.-૪૩ ઇંચનું ટીવી. માસીક હપ્તે રૂ. ૩રપ૦/- નું કોટક બેન્ક માંથી લોન દ્વારા પાંચેક માસ પહેલા ખરીદ કરેલ જે ટી.વી.ના માસીક હપ્તા ભરવાનું ચાર-પાંચ દિવસ મોડું થતા આ કામના આરોપી મયુરસિંહ જાડેજા એ ફરીયાદી પાર્થભાઇને ફોન કરી બોલાવેલ અને કહેલ કે અમે તારા ઘરે ટી.વી. લેવા આવેલ છીએ જેથી ફરીયાદી પાર્થભાઇએ કહેલ કે મારૃં ટી.વી. કેમ લઇ જઇ શકો જેથી આ કામના આરોપી મયુરસિંહ એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદી મયુરસિંહના જમણા ખંભા ઉપરના ભાગે ઘા મારેલ અને આ કામના આરોપી એક અજાણ્યો માણસ એ લોખંડનો પાઇપ માથામાં પાછળ મારેલ તેમજ ફરીયાદી પાર્થભાઇને આ કામના આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરેલ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ એક બીજાને મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી. એમ. સાહેબના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

વર્લી મટકાના આંકડા લખતા બે ઝડપાયા

જામનગરઃ સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઇ રવજીભાઇ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭-૧૦-૧૯ના ધરારનગર-ર, બાપા સિતારામની મઢેલી પાસે, આ કામના આરોપી હુસેન ઉફે.ર્ ટીણી સુલેમાનભાઇ સમેજા, કાસમ અનવર ગજણ રહે. જામનગરવાળા વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૂ. ૧૯૭૦ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

(1:52 pm IST)