Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાજયના ગ્રાંટેડ શાળાના શિક્ષકોના બાકી પગાર થવાના મળતા અણસાર

રાજયના આચાર્ય સંઘની રજુઆત સફળ થવા ગણાતી ઘડી

ખંભાળિયા તા.૧૮ : સમગ્ર ગુજરાત રાજયમાં ગ્રાંટેડ શાળાઓમાં ૩-૪ હજારની સંખ્યામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકો તાસ દીઠ ૭૦-૮૦ના મહેનતાણાથી કામ કરી રહયા છે.

ગત જુન ૧૯ થી કામ કરતા આ પ્રવાસી શિક્ષકોને મંજુર કરીને કામ પર લગાડાયા છે. જેની મોટી જાહેરાતો પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ પ્રવાસી શિક્ષકો માટે પગારની ગ્રાંટ પણ હેડમાં આયોજનના થતાં પાંચ-પાંચ માસથી પગાર ન મળતા ભારે પરેશાની થતા તથા આ બાબતના અખબારી  દેવામાં આવતા તંત્ર દોડયુ હતુ. તથા આ બાબતે તાજેતરમાં ગુજરાત રાજય આચાર્ય સંઘના અગ્રણીઓએ શિક્ષણ વિભાગ, નાણા વિભાગને રૂબરૂ રજુઆતો કરતા ચારેક દિવસમાં દરેક જિલ્લામાં ડીઇઓને ગ્રાંટને ફાળવણી કરવામાં આવે તેવી રીતે આયોજન થયાનું બહાર આવતા પ્રવાસી શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે કે કદાચ હવે દિવાળી સુધીમાં પગાર ભેગા થશે.

(1:52 pm IST)