Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હિમાચલની કિશોરીને ભગાડી જનાર આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

પડધરી પાસેથી ભોગ બનનાર બાળા સાથે આરોપીને દબોચી લેવાયો

રાજકોટ, તા. ૧૮ :  હિમાચલની કિશોરીને ભગાડી જનાર આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ હીમાચલ પ્રદેશના ભારમોર પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં આરોપી ભોગ બનનાર કિશોરીને રાજકોટ જિલ્લામાં લઇને આવેલ હોય જેવી હકિકત આધારે એલસીબી પો. ઇન્સ. એમ. એન. રાણા ને મળેલ હકિકત આધારે પડધરી પાસેથી ભોગ બનનાર કિશોરી સાથે આવે રણજીત બુધયારામ મહેશ ઠાકર રહે. તુર, તા. ચંબા જી. ચંબા હીમાચલ પ્રદેશને પકડી પાડી હિમાચલ પ્રદેશ પોલીસને સોંપી આપ્યો હતો.

આ કામગીરી એલસીબીના હેડ કો. બ્રિજરાજસિંહ જાડેજા, રહીમભાઇ દલ પો. કોન્સ. મેહુલભાઇ બારોટ પો. કોન્સ., રસીકભાઇ જામોદ પો. કોન્સ. તથા ભાવેશભાઇ મકવાણા એ કરી હતી.

(1:51 pm IST)