Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ધી જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંકની વાર્ષિક સભા સંપન્નઃ બેંકના વિકાસની પ્રતિબધ્ધતા વ્યકત કરતા ચેરમેન લાલ

જામનગર તા. ૧૮: ધી  જામનગર ડિસ્ટ્રિકટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ જામનગર અને ૨૦૧૮ ૧૯ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.આ સભામાં બેંકના મંડળી સભ્યોના પ્રતિનિધિઓએ તેમજ અન્ય સભ્યોએ સ્થાનગ્રહણ કરી લીધા બાદ અને સભાનું કોરમ થઈ જતા આ સભાનું અધ્યક્ષસ્થાન બેન્કના ચેરમેનને અશોકભાઈ લાલ એ સંભાળેલ હતું બેંકના ઈ.ચા.ર્ જનરલ મેનેજર વિનોદભાઈ પરસાણીયાને સાધારણ સભાનું એજન્ડા નું કામકાજ શરૂ થયેલ ઈ.ચા. જનરલ મેનેજર સભામાં હાજર તમામ સભ્યશ્રીઓ ના હોદેદારો પ્રતિનિધિઓ સર્વેને આવકાર્યા હતા અને સાધારણ સભામાં પસાર કરવાના થતા ઠરાવનુ વાંચન કરી ધરાવવાનો પ્રસ્તાવ કરનારા અને ટેકો આપનાર ના નામો જાહેર પ્રતિનિધિઓ એ ઠરાવો રજૂ કરતાં તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા.

આ તબક્કે બેંકના ડિરેકટર આમંત્રિત મહેમાનો ના પદાધિકારીઓ અને મહાનુભાવોનું ફૂલહારથી બેંક ના અધિકારી દ્વારા બહુમાન કરવામાં આવેલ આ કાર્ય બાદ આ સભામાં બેંક ને લગત કામગીરી અંગે બેંકના ભૂતપૂર્વ ડિરેકટર રઘુભાઈ મુંગરા,  હરદાસભાઈ ખવા જે.ટી.પટેલ , હસમુખભાઈ વિરમગામી વિગેરે બેન્ક ની સહકારી પ્રવૃત્તિ અને વિકાસ અંગે પોતાના મંતવ્યો અને વિચારો રજુ કરેલ બેંકની કામગીરી ને તેના જુદા જુદા પાસાઓ અને વાર્ષિક સરવૈયા ના આંકડાને દર્શાવીને વખાણવા લાયક હોવાનું જણાવી બિરદાવી  હતી .

ત્યારબાદ બેંકના મેનેજિંગ ડિરેકટર જીવણભાઈ કુંભરવાડિયા તરફથી બેંકની કામગીરી ઓનો વિશેષ કરી ઉલ્લેખ કરી બેંકના સભ્યોને વિસ્તૃત માહિતી આપી વાકેફ કરવામાં આવેલ હતા બેંકના ચેરમેન અશોકભાઈ લાલ તરફથી પણ આ સભાને બેંક ના વિકાસ માટે પોતાના વિઝન ના મુદ્દાઓ રજૂ કરી સવિસ્તાર અહેવાલ આપેલ હતો .

સાધારણ સભાની મહત્વની કામગીરી પૂર્ણ થતા બેંકના સભ્ય મંડળીઓના પ્રતિનિધિ અને તેમની સમસ્યા ના પ્રશ્નો રજૂ કરવા માટે સૂચના કરવામાં આવેલ જે અન્વયે ઘણા પ્રતિનિધિઓ તરફથી મંડળી અને બેંકની કામગીરીના સંદર્ભમાં વ્યવહાર અને ક્રિયાત્મક સરળતા ઊભી કરવા માટે કેટલાક સુચનો અને મંતવ્યો રજુ કરવામાં આવેલ હતા તેના પ્રતિસાદરૂપે બેંકના ચેરમેન મેનેજિંગ ડિરેકટર તરફથી મુદ્દાવાર સ્પષ્ટતા કરવામાં આવેલ તેમજ આવા પશ્નો અંગે યોગ્ય કરવા માટે ખાતરી આપવામાં આવેલ હતી સભ્ય મંડળી વિગેરેના એ થયેલ કિરણના આપવા માટે સભ્યોને ભાર પૂર્વક સમજણ આપવામાં આવેલ હતી પાક ધિરાણ અંગેની વીમા પોલિસી અંગે તથા કેસીસી ધિરાણની ની વિવિધતા  તથા અન્ય મુદ્દા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી સભ્ય મંડળીઓ તરફથી નાણાકીય વર્ષમાં થયેલ નફાને ધ્યાનમાં લઇ બેંક તરફથી અપાતી સુવીધા અને સેવાઓને બિરદાવી સંતોષ વ્યકત કરવામાં આવેલ હતો અને મંડળીઓના થાપણ માં વધારો કરી પોતાના સ્વભંડોળ વધારવાની ખાતરીઓ પણ આપેલ હતી.

આ સભાના અંતીમા ચરણમાં સહકારી પ્રવૃતિને વધુ વેગવંતી બનાવવા તેમજ મંડળીઓને સધ્ધર બનાવવાનું જરૂરી હોવાનું એકમતે સ્વીકારવામાં આવેલ હતુ. ચેરમેન શ્રી અશોકભાઇ લાલે બેંક ધીરાણ વધારવા ખાત્રી આપેલ હતી અને બેંકનો સર્વત્ર રીતે વિકાસ કરવા સૌને ટેકો આપવા અનુરોધ કરેલ હતો. અધિકારી અતુલભાઇ જોષીએ હાજર રહેલ  સર્વ સભ્યો વિગેરેને આભાર માનેલ હતો.

સાધારણ સભામાં હરદાસભાઇ ખવા, હસમુખભાઇ વીરમગામી, જે.ટી. પટેલ, રઘુભાઇ મુંગરા, ભીખુભા જાડેજા , બેંકના ડીરેકટરશ્રીઓ, ગોવુભા જાડેજા, રસીકભાઇ કોડીનારીયા, જેશાભાઇ ગોરીયા, જી.પંચાયત ઉપપ્રમુખ વશરામભાઇ તથા તગુભા જાડેજા વીગેરે સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

(1:50 pm IST)