Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જામનગરમાં કાલે રાત્રે 'નાદ' શાસ્ત્રીય સંગીતનો બેનમુન કાર્યક્રમ

જામનગર તા. ૧૮ :.. છોટી કાશી તરીકે પ્રખ્યાત આપણું જામનગર તેના સમૃધ્ધ સંગીતના વારસા માટે પણ જાણીતું છે. આ શાસ્ત્રીય સંગીતની પરંપરાને જાળવી રાખવા જીતુભાઇ છીછીયા અને કેતનભાઇ બદિયાણીના સહયોગથી પરેશભાઇ માંડવિયા દ્વારા 'નાદ' શાસ્ત્રીય સંગીત કાર્યક્રમનું તા. ૧૯ શનીવારે સાંજે ૮ કલાકે ખીજડા મંદિર હોલ (એ.સી.) ખંભાળીયા ગેઇટ પાસે, જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોકત કાર્યક્રમમાં પૂ. પા. ગો. વલ્લભરાયજી મહોદય શ્રી (શ્રી મોટી હવેલી, જામનગર), ઉપસ્થિત રહેશે. ઉદઘોષક શ્રી પાર્થ મહેતા તથા સંગીતકારોમાં ઇજાઝ હુસૈન (સારંગી) અર્પિત માંડવીયા (હાર્મોનિયમ), ધ્વનિબેન વછરાજાની (ગીતકાર), કૃણાલ વ્યાસ (તબલાવાદક), કેતન પાલા (તબલા), પ્રિતેશ મહેતા (હર્મોનિયમ), કબીર ભટ્ટ (તાનપુરા) પોતાની શાસ્ત્રીય સંગીતની સુરાવલી શહેરીની પ્રજા  સમક્ષ પીરશસે. તો આ ઉપરોકત કાર્યક્રમનો લાભ લેવા પરેશભાઇ માંડવીયા (મો. નં. ૯૮રપ૮ ર૯૪ર૯) એ અપીલ કરી છે.

ઉપરોકત કાર્યક્રમમાં સમયસર હાજર રહી સંગીતનો આનંદ માણવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(1:49 pm IST)