Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અમરેલી : ગજેરા સંકુલમાં જીટીયુ ઇન્ટરઝોન ખો-ખો સ્પર્ધામાં સ્પર્ધકો ઉમટયા

અમરેલી : અમરેલી જિલ્લા લે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ-અમરેલી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઇન્ટરઝોન બહેનોની ખો-ખો સ્પર્ધા યોજાઇ હતી, જેના અધ્યક્ષ સ્થાને ભોજલધામ મંદિર ફતેપુરના ગાદીપતિ મહંત પ.પૂ. ભકિતરામબાપુ તથા ઉદ્ઘાટકપદે રોકડીયા હનુમાન મંદિરના મહંત પ.પૂ. પ્રભાતગીરી બાપુ, મુખ્ય મહેમાનપદે જિલ્લા રમત-ગમત અધિકારી અશરફભાઇ કુરેશી ઉપસ્થિત રહ્યા હતાં. સ્પર્ધાના પ્રારંભે સંકુલના હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણીએ સ્વાગત કર્યું હતું તથા કાર્યક્રમના અધ્યક્ષ પ.પૂ. ભકિતરામબાપુએ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. શિક્ષણ અને બાંધકામ સમિતિના સભ્યો ગોવિંદભાઇ ગોંડલીયા, કાળુભાઇ રૈયાણી, અરજણભાઇ કોરાટ, મુળજીભાઇ પાનેલીયા, સુરેશભાઇ દેસાઇ, સીદરા કોલેજના પ્રા. જે.કે. સાવલીયા, રામી બટુકભાઇ મેતલીયા, પી.ડી. મિયાણી, દયાળભાઇ વિ.એ. અભિનંદન આપ્યા હતા. નિયામક મનસુખભાઇ ધાનાણીએ આભાર વ્યકત કરીને રમતમાં પ્રોત્સાહન તથા ખેલદિલીનું મહતવ સમજાવ્યું હતું. આ તકે કેમ્પસ ડાયરેકટર ચતુરભાઇ ખુંટ, પ્લાઝા ડાયરેકટર બ્રિજેશભાઇ પલસાણાએ સંસ્થા પરિવાર વતી સન્માન કર્યું હતું. સ્પર્ધાની સફળતા બદલ કેળવણીકાર વસંતભાઇ ગજેરા, પ્રમુખ મનુભાઇ કાકડીયા, ઉ.પ્ર. પરોત્તમભાઇ ધામી, સેક્રેટરી બાબુભાઇ સાકરીયાએ અભિનંદન આપ્યા હતા. સ્પર્ધાને સફળ બનાવવા સ્પોર્ટસ ડાયરેકટર મગનભાઇ વસોયાએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની વિવિધ તસ્વીરો. (તસ્વીર : અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:47 pm IST)