Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પીસીઓડી અને ઇનફર્ટીલીટીમાં દર્દીઓએ શુ કાળજી લેવી જોઇએ

સ્ત્રીઓમાં PCOD સેકસ હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોરોનના અસંતૂલનથી થતી એક સમસ્યા છે જેના પરિણામ સ્વરૂપ ઓવેરીયન સીસ્ટ બને છે પહેલા આ તકલીફ ૩૦ થી ૩૫ વર્ષની સ્ત્રીઓને થતી હતી, પરંતુ હવે બદલાતા સમયમાં ૨૨ થી ૩૦ વર્ષની મહિલાઓમાં પણ જોવા મળી રહી છે.

- PCODથી થતી તકલીફોઃ-

  PCOD પોતાની સાથે અનેક તકલીફો લઇને આવે છે, જેમકે અનિયમિત માસીક, સ્થુળતા,ટાઇપ-૨ ડાયાબિટીસ,એન્સ અને  પીંપલ, ચહેરા અને શરીર પર અચાનક વધતા જાડા કાળા વાળ.

PCODને કારણે સૌથી મોટી સમસ્યા છે ઇનફર્ટીલીટી. એસ્ટ્રોજનના ઓવર પ્રોડકશનને કારણે PCODની કંડીશન વાળી મહિલાઓની ઓવરી દર મહિને એગ પ્રોડયુસ કરતી નથી. જેના પરિણામ સ્વરૂપ ઇનફર્ટીલીટીની સમસ્યા ઉદભવે છે.

PCODમાં સંતુલીત આહાર,જંકફુડ અને શુગરનો નહિવત ઉપયોગ, ફાયબર/આર્યન રીચ ખોરાક, ૬૦ મીનીટની નિયમિત કસરત, યોગા અને પ્રાણાયમ, જો તમને PCOD છે અને કંન્સીવ કરવુ આપનો ગોલ છે તો સારા ડાયેટીશીયનના માર્ગદર્શનમા આપના રોજીંદા જીવન અને ખોરાકમાં થોડા ફેરફાર લાવવો જોઇએ.

: સંકલન :

ડા.અમીષિ દવે પાઠક

(ડાયેટીશીયન,ન્યુટ્રશનીસ્ટ & લાઇફસ્ટાઇલ કોચ)

શ્રીજી ડાયેટ કલીનીક અને ૮૩૪૭૨ ૦૦૯૦૧-૯૩૨૭૪ ૮૫૫૬૫

(f)Fitand FAB

(1:47 pm IST)