Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ડેન્ગ્યુ પીડિત ખંભાળિયામાં સલાયા નાકા પાસે ગંદકીના ઢગલા ઉપાડાતા નથી

સફાઇ તંત્ર હજી ઉંઘમાં છે

ખંભાળિયા તા.૧૮ : ખંભાળિયા શહેર તથા તાલુકામા તાવ તથા ડેન્ગ્યુનો રોગચાળો વ્યાપક બનવા લાગ્યો છે. તથા રોજ અનેક દર્દીઓથી સરકારી ખાનગી હોસ્પિટલો છલકાય છે. છતાં ખંભાળિયા પાલીકાનું સફાઇ તંત્ર ઉંઘમાં હોય તેમ સલાયા નાકા પાસે ગઢની રાંગ નજીક ગંદકી તથા કચરાના ઢગલા ૧૦-૧૦ દિવસથી એમ જ પડી રહેતા સફાઇ તંત્ર બેદરકાર રહેતા આ વિસ્તારમાં મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળે તો નવાઇ નહી તેવી સ્થિતિ થવા પામી છે.

સલાયા નાકા પાસે પડેલા આ ગંદકીના ઢગલા અંગે આ વિસ્તારના યુવા અગ્રણી થારીયાભાઇ ગઢવીએ તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા પણ તંત્રએ હજી કંઇ પગલા ના લેતા ભારે રોષની લાગણી ફેલાઇ છે.

(1:45 pm IST)