Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જુનાગઢ : બેંકના દાવામાં જામીનની જવાબદારી રદ : કોર્ટનો મહત્વનો ચુકાદો

જુનાગઢ તા ૧૮  :  જુનાગઢની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રે.દિ.મુ.નં. ૨૬૪/૦૮ થી પ્રતિવાદી નં.-૧ જયેન્દ્રસિંહ ઉપર લેણી રકમનો દાવો પર્સનલ લોન પરત્વે દાખલ કરી અને તેમાં પ્રતિવાદી-ર તરીકે જગદીશચંદ્ર ઉપાધ્યાયનું જામીન દરજે જોડેલ સંયુકત તથા વિભકત તરીકે લેણી રકમ રૂા ૮૦,૦૮૭.૨૯ પૈસા ચડત વ્યાજ સાથે વસુલવાનો દાવો સીવીલ કોર્ટમાં દાખલ કરેલ. સદરહુ દાવો સીવીલ જજ શ્રીમતી મયુરીબેન ભાલીયાની કોર્ટમાં ચાલી જતાં અદાલતે નીચે મુજબના રીમાર્કસ સાથે જગદીશચંદ્ર ઉપાધ્યાયની જામીન દરજ્જે અવસાન થતાં તેઓના વારસદારોની સામે લેણી રકમ વસુલવા બેંકની દાદ રદ કરેલ છે.

આ કામે વાદી તરફે આંક-૩૧ થી પ્રતિ.નં.૧નું બેક લોન સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટની ખરી નકલ રજુ રાખવામાં આવેલ છે. જેને આ કામે પ્રતિ.-૧ દ્વારા પડકારવામાં આવેલ નથી, જેથી તેમાં ૨૫-૮-૦૮ નાં રોજ રૂા ૮૦,૦૮૭.૨૯ પૈસા પ્રતિ.નં.-૧ પાસેથી મુદલ તથા વ્યાજની રકમ પેટે બાકી લેણા નીકળતા હોવાની હકીકત સ્પષ્ટ પણે ફલિત થાય છે. વળી તેની વિરૂધ્ધની કોઇ હકીકત પ્રનિ.નં.-૧ તરફે રેકર્ડ ઉપર લાવવામાં આવેલ નથી, જેથી તે ન માનવાને કોઇ કારણ નથી. આમ ઉપરોકત તમામ હકીકત ધ્યાને લેતાં એ હકીકત સ્પષ્ટપણે ફલિત થાય છે કે, પ્રતિ.નં-૧નાએ વાદી બેકમાંથી જરૂરી દસ્તાવેજો કરી આપીને રૂા ૭૦,૦૦૦/- ની લોન મેળવેલ હતી અને તે સબબ પ્રતિ.નં-ર,  પ્રતિ.નં.-૧ નાં જામીનદાર રહેલ, પરંતુ પ્રતિ.નં-૧ બેંકની લોનની રકમના હપ્તા નિયમીત ન ભરી શકતા આંક-૩૧ જોતાં વાદી બેંક પ્રતિ.નં.-૧ પાસેથી રૂા૮૭,૦૮૭.૨૯ પૈસા તા. ૨૫-૮-૦૮ સુધીમા મેળવવા હક્કદાર થતાં હોવાનું જણાય આવે છે અને સદરહુ રકમ પ્રતિ.નં-૧ ની કસુરનાં કારણે બાકી રહેતી હોય, ત્યારે તેના ઉપર વાદી બેંક વ્યાજ વસુલ મેળવવા હક્કદાર ઠરે છે, પરંતુ હાલનાં કામે વાદી બેંક દ્વારા ૧૭.૭૫% લેખે માસિક વ્યાજની માંગણી ઠરાવ એકંદરે હકીકતે, ઉપરની ચર્ચા નજરે જોતા વાદી પોતાનો દાવો સાબિત કરવામાં સફળ થયેલ હોય, આથી આખરી હુકમ કરવામાં આવે છે  કે,  પ્રતિવાદી નં.ર  ગુજ. જગદીશચંદ્ર ઉપાધ્યાયના વારસો સામેનો દાવો નામંજુર કરવામાં આવે છે.

આ કામના પ્રતિ.નં-ર ના વકીલ તરીકે શ્રી અજય વી. જોબનપુત્રાની ધારદાર દલીલ અને રજુ કરેલ દસ્તાવેજોને ધ્યાને લઇ પ્રતિ.નં-ર ના વારસદારની જવાબદારીની  લેણી રકમ પરત્વે બેંક વિરૂધ્ધ  ચુકાદો આપીને ગુજરનાર જામીનના વારસદારોની કોઇ જવાબદારી થતી નથી તેવો ઐેતિહાસીક ચુકાદો આપેલ છે.

(1:43 pm IST)