Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જુનાગઢ જિલ્લામાં સોૈ પ્રથમ મેંદરડામાં લાઇવ કેટરર્સનો પ્રારંભ કરાવતા પુ. શેરનાથ બાપુ

જુનાગઢ તા. ૧૮ :    ૩૯ વર્ષ પહેલા ગોબરભાઇ નાગેશ્રીએ શીંગની લારી શરૂ કરી ત્યારે ૨૫ પૈસામાં બાળકો મિકસમાં શીંગ લેતા શીંગ સાથે વટાણા અને દાળ આપતા, ત્યારબાદ શિવ ફરસાણ અને ડેરીફાર્મની શરૂઆત કરી. મુખ્ય તહેવારોએ ફરસાણ રાહત ભાવે આપતા અને ૨૦૧૩ થી શિવ કેટરર્સની શરૂઆત અતિષભાઇની દેખરેખ નીચે શરૂ કરવામાં આવેલ ૭ વર્ષના ટુંકાગાળામાં મહેનતના અંતે આજે તેમનું કેટરર્સનું કામ  જીલ્લાભરમાં ગુંજતુ થઇ ગયું છે.

જુનાગઢ જિલ્લામાં સોૈ પ્રથમ લાઇવ કેટરર્સ ડેમો મેંદરડા પટેલ સમાજમાં યોજવામાં આવ્યો, આ  ડેમોમાં જુનાગઢથી ગોરખનાથ આશ્રમના મહંતશ્રી શેરનાથબાપુએ દિપ પ્રાગટય અને રીબીન કાપી ખુલ્લો મુકયો. ૮૦ થી વધારે વાનગીઓ સંતો, મહંતો, મહેમાનો, સગા સંબધી, આમંત્રીતોને પીરસવામાં આવી. જુનાગઢથી ૪૩ ડોકટર દંપતી હાજર રહી સ્વાદનો આનંદ માણ્યો છે.

(1:42 pm IST)