Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મોરબી એસઓજીએ મોટી વાવડીના હસમુખને દેશી બંદુક સાથે ઝડપી લીધો

મોરબી, તા. ૧૮ : મોરબીના મોટી વાવડી ગામની સીમમાંથી એસઓજી ટીમે ગેરકાયદેસર બંદુક સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.

જીલ્લામાં દિવાળીના તહેવારોને પગલે અસામાજિક પ્રવૃત્તિ રોકવા એસઓજી પીઆઇ જે.એમ. આલના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીને આધારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાંથી આરોપી હસમુખ ઉર્ફે હંસરાજ અમરશીભાઇ ગોઢડીયા (ઉ.વ.પ૯) રહે. મોટી વાવડી વાળાને ઝડપી લઇને તેના કબ્જા ભોગવટાના વાડીપડામાંથી ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ (જામગરી) બંદુક કિંમત રૂ. પ૦૦૦ સાથે ઝડપી લઇને આર્મ્સ એકટ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એસોજી ટીમના એએસઆઇ અનિલભાઇ ભટ્ટ, ફારૂકભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતાં.

(1:26 pm IST)