Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ગારીયાધારના પરવડી ગામે બાઇક લીમડા સાથે અથડાતા ૧નું મોત : ૧ ગંભીર

ગારીયાધાર, તા. ૧૮ : ગારીયાધારના પરવડી ગામે વિઠ્ઠલભાઇ જગાભાઇ ખેતીની જમીન ભાગવી રાખનાર છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુટબી ગામના બે સગાભાઇ ગઇકાલે બોપરે ૩ કલાકના અરસામાં પોતાનું ટુ વ્હીલર મોટર સાયકલ નંબર જીજે-૧૩-કયુકયુ-૭૩૪પ લઇ ગારીયાધાર બાજુ જતા હતાં તે સમય દરમિયાન નશામાં ધુત બન્ને ભાઇઓને ભાન ભૂલી જતાં પરવડી ગામે લીમડાના વૃક્ષ સાથે મો.સા. ધડાકાભેર અથડાતા શૈલેષ ખમા ભીલ (વસાવા) (ઉ.વ.૩૭)નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થવા પામ્યું હતું. જયારે તેનો મોટોભાઇ સવદીયા ખમા ભીલ કવસાવા) (ઉ.વ.૩ર) ને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો.

૧૦૮ ની ટીમના ઇએમટી-દિનેશ જાની અને પાઇલોટ-સંદીપ સોઢા સારવાર માટે પહોંચી ગયા હતા. જેને પોલીસને જાણ કરતા આગળની તપાસ હે.કો. તિરૂણસિંહ સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(11:58 am IST)